જોડિયાની ટાઉન પોલીસચોકી જર્જરિત...

  • May 27, 2021 10:32 AM 

કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવા માટે જોડિયાના કોરોના વૉરિયર્સ જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવી રહ્યાં છે. રાજાશાહી વખતની જોડિયાની ટાઉન પોલીસ ચોકી જે બજારની મધ્યમાં આવેલ છે જે સંપૂર્ણપણે અંદર અને બહારના ભાગમાંથી જર્જરિત બની જતાં ટાઉન પોલીસ ચોકીમાં કોરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં, મકાનના ઉપલા ભાગ ઉપર વૃક્ષો ઉગી નીકળ્યા છે. પોલીસ વિભાગ રાજ્યના ગૃહ વિભાગ હસ્તક હોવાથી સરકાર દ્વારા જર્જરિત પોલીસ ચોકીના પુન: નિમર્ણિ માટે કાર્યવાહી કરવી જોઈએ તેવું જોડિયાની પ્રજાનું માનવું છે. ચોમાસા દરમિયાન જર્જરિત ટાઉન પોલીસ ચોકી ક્યારે જમીનદોસ્ત થશે કહેવાય નહીં, તે પહેલાં જિલ્લા પોલીસ ખાતાએ જાગૃત થવાની જર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)