ગુલાબનગરમાં જોકી પત્તાનો ઑનલાઈન જુગાર: એક ઝબ્બે

  • June 16, 2021 10:47 AM 

મોબાઈલમાં દાવ લગાડતાં પોલીસનું પ્રાગટ્ય: 10 હજારની રોકડ અને ફોન કબજે

જામનગરના ગુલાબનગર પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં મોબાઈલ ઍપ્લિકેશનમાં ઑનલાઈન પત્તાનો જુગાર રમતાં એક શખસને 10 હજારની રોકડ અને મોબાઈલ સાથે દબોચી લીધો હતો, મોબાઈલમાં ઍપ્લિકેશન ડાઉનલોડ કરી ક્રિકેટનો સટ્ટો અને લુડો ગેમનો જુગાર તથા વ્હોટ્સએપ મારફતે વર્લી મટકાનો જુગાર રમતાં શખસો અવાર-નવાર પકડાયા છે. એટલે કે, ઑનલાઈન જુગારનું ચલણ દિવસે-દિવસે વધી રહ્યું છે.

જામનગરના ગુલાબનગર, દયાનંદ સોસાયટી, શેરી નં.2માં રહેતો હિરેન સવજી સોનગરા (ઉ.વ.32) નામનો શખસ ગુલાબનગરમાં પેટ્રોલ પંપની સામે પાનની દુકાન પાસે પોતાના મોબાઈલમાં ઍપ્લિકેશન મારફતે લાઈવ કેસિનો નામની રમતમાં 32 કાર્ડ-બી નામની રમત જોઈને તેમાં 8થી 11 સુધીના આંકડા પર જોકી ગંજીપત્તાનો એક્કાથી રાજા સુધીનું એક પાનું મૂકીને તેનો ટોટલ કરી ચાર પૈકી જે આંકડાનો ટોટલ વધારે થાય તે પ્રમાણેની રમતનો જુગાર રમતો હતો.

મોબાઈલમાં હિરેન સોનગરા જોકી ગંજીપત્તા વડે ઑનલાઈન પૈસાના દાવ લગાડીને જુગાર રમતાં પોલીસે પકડી લીધો હતો, તેની પાસેથી રોકડા 10150 તથા એક મોબાઈલ મળી કુલ ા.12150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ટેકનોલોજીના યુગમાં ઑનલાઈન જુગારનું ચલણ વધી રહ્યું છે. મોબાઈલ ઍપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો, લુડો, તીનપત્તી અને જોકી પત્તાનો જુગાર ફુલ્યો ફાલ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS