જિયો તેના ગ્રાહકો માટે સ્પેસએક્સનું સ્ટારલિન્ક હાઇ-સ્પીડ ઇન્ટરનેટ લાવશે: જિયો સ્ટારલિન્ક કનેક્ટિવિટીનો સમાવેશ કરવા માટે તેના બ્રોડબેન્ડ સર્વિસીઝના વિકલ્પોને વિસ્તારીને તેનું વૈવિધ્યીકરણ કરી રહ્યું છે: ભારતની કનેક્ટિવિટીની ઉત્ક્રાંતિમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે...
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (જેપીએલ) ભારતમાં તેના ગ્રાહકોને સ્ટારલિન્કની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે સ્પેસએક્સ સાથે કરાર કર્યાની જાહેરાત કરી છે. આ કરાર ભારતમાં સ્પેસએક્સને સ્ટારલિન્કની સેવાઓ વેચવાની મંજૂરી મળવાને આધિન છે અને આ કરાર જિયો તથા સ્પેસએક્સ જિયોની સેવાઓને કેવી રીતે બહેતર બનાવી શકે છે તે અને ગ્રાહકો તથા વ્યવસાયોને સ્ટારલિન્કની સીધી સેવાઓ પહોંચાડવામાં જિયો કેવી રીતે પૂરક બની શકે તે ચકાસવા સક્ષમ બનાવે છે. જિયો ભારતમાં સ્ટારલિન્કની સેવાઓ તેના રિટેલ આઉટલેટ્સ તેમજ તેના ઓનલાઈન સ્ટોરફ્રન્ટ્સ થકી ઉપલબ્ધ કરાવશે.
આ કરાર દ્વારા બધા હિતધારકો ડેટા ટ્રાફિકની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા મોબાઇલ ઓપરેટર તરીકે જિયોની મજબૂત સ્થિતિ અને વિશ્વના અગ્રણી લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોન્સ્ટેલેશન ઓપરેટર તરીકે સ્ટારલિન્કની પોઝીશનનો ફાયદો ઉઠાવશે, જેથી ભારતના સૌથી ગ્રામીણ અને અંતરિયાળ પ્રદેશો સહિત સમગ્ર દેશમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડી શકાય.
જિયો તેના રિટેલ આઉટલેટ્સમાં સ્ટારલિન્કના ફક્ત સાધનો જ નહીં પરંતુ કસ્ટમર સર્વિસ ઇન્સ્ટોલેશન અને એક્ટિવેશન પૂરા પાડવા માટે પણ એક પદ્ધતિ ઊભી કરશે.
સ્પેસએક્સ સાથેનો કરાર એ સુનિશ્ચિત કરવાની જિયોની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે કે ભારતભરના તમામ સાહસો, નાના અને મધ્યમ વ્યવસાયો અને સમુદાયો માટે વિશ્વસનીય ઇન્ટરનેટ સંપૂર્ણપણે સુલભ બને. સ્ટારલિન્ક સૌથી પડકારજનક સ્થળોએ ઝડપી અને સસ્તા દરે હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડીને જિયોએરફાઇબર અને જિયોફાઇબરનો પૂરક બને છે.
જિયો અને સ્પેસએક્સ ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ વિસ્તારવા માટે તેમની સંબંધિત માળખાગત સુવિધાઓનો લાભ ઉઠાવીને સહકાર માટેના અન્ય પૂરક ક્ષેત્રોનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છે.
"દરેક ભારતીય, ભલે તેઓ ગમે ત્યાં રહેતા હોય, તેમને સસ્તા અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડની સુવિધા મળે તે સુનિશ્ચિત કરવું એ જિયોની ટોચની પ્રાથમિકતા છે," તેમ રિલાયન્સ જિયોના ગ્રૂપ સીઈઓ મેથ્યુ ઓમેને જણાવ્યું હતું. "સ્ટારલિન્કને ભારતમાં લાવવા માટે સ્પેસએક્સ સાથેનો અમારો સહયોગ અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને તે બધા માટે સીમલેસ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ બને એ તરફનું વધુ એક પરિવર્તનશીલ પગલું છે. સ્ટારલિન્કને જિયોના બ્રોડબેન્ડ ઇકોસિસ્ટમમાં એકીકૃત કરીને અમે અમારી પહોંચનો વિસ્તાર કરી રહ્યા છીએ અને આ એઆઇ-સંચાલિત યુગમાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડની વિશ્વસનીયતા અને સુલભતા વધારી રહ્યા છીએ, દેશભરના સમુદાયો અને વ્યવસાયોને સશક્ત બનાવી રહ્યા છીએ."
"ભારતની કનેક્ટિવિટીને આગળ વધારવા માટે જિયોની પ્રતિબદ્ધતાને અમે બિરદાવીએ છીએ", તેમ સ્પેસએક્સના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્વિન શોટવેલે જણાવ્યું હતું. "અમે જિયો સાથે કામ કરવા અને ભારત સરકાર પાસેથી અધિકૃતતા મેળવવા માટે આતુર છીએ જેથી વધુ લોકો, ઓર્ગેનાઇઝેશન્સ અને બિઝનેસીસને સ્ટારલિન્કની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓનો લાભ મળી શકે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech