જામનગરમાં સિવીલ એન્જીનીયરના મકાનમાંથી ચોરી

  • December 09, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનાના દાગીના, ડાયમંડ વીંટી મળી ૧.૬૩ લાખની ઉઠાંતરી

જામનગરના પટેલ કોલોની ૮/૧ ખાતે રહેતા સિવીલ એન્જીનીયરના મકાનમાં અઠવાડીયા પુર્વે ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના મળી કુલ ૧.૬૩ લાખનો મુદામાલ ચોરી કરી જતા ફરીયાદ દાખલ કરવામાં આવી છે, જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના પટેલ કોલોની ૮/૧, દેવ એલીગન્સ બ્લોક નં. ૫૦૨ ખાતે રહેતા સિવીલ એન્જીનીયર સંદીપ જગદીશભાઇ પરમારના રહેણાંક મકાનમાં ગત તા. ૨૯ના રોજ અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, બેડ‚મમાં આવેલ દિવાલ કબાટનું ડ્રોવેર વડે ખોલી તેમાથી સોનાની બે બંગડી, એરીંગ, ડાયમંડ વીટી નંગ-૩ મળી કુલ ૪૬.૦૪૦ ગ્રામ જેની કિ. ‚ા. ૧.૬૩.૩૧૭નો મુદામાલ ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે એન્જીનીયર સંદીપભાઇ દ્વારા ગઇકાલે સીટી-બી દ્વારા અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા સીટી-બી પીઆઇ ઝાલાની સુચનાથી પીએસઆઇ સામાણી અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application