જેતપુર તાલુકા પંચાયતની ૨૦, જિલ્લા પંચાયતની બેઠકો માટે ૬૨.૫૦ ટકા મતદાન

  • March 01, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જેતપુર તાલુકા પંચાયતની વીસ અને જીલા પંચાયતની ચાર બેઠકો માટે ૬૨.૫૦ ટકા અને નગરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણીમાં ૩૨ મતદાન થયું હતું.

મતદાન બાદ ભાજપે મહાનગર પાલિકા જેવા અને કોંગ્રેસે ગત ચૂંટણી જેવા પરિણામ આવવાની આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે છ મહાનગર પાલિકામાં જીતના પરચમ લહેરાવ્યાં બાદ જીલા અને તાલુકા પંચાયતોમાં પણ આવી રીતના જ પરિણામો મળવાના આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ ગત જીલા અને તાલુકાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું ભારે ધોવાણ થઈ ગયું હતું. અને કોંગ્રેસે જીલા તેમજ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી આંચકી લીધી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલને પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને આજના મતદાનમાં પણ કૃષિ બિલ, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો ભાવ વધારો ભાજપને નડી જશે તેવો સુર કોંગ્રેસે વ્યક્ત કર્યો હતો.  આજે યોજાયેલ મતદાનમાં પ્રથમ બે કલાકમાં  ૭.૩૫ ટકા, નવથી અગ્યાર સુધીમાં  ૨૧.૦૪ ટકા, અગ્યારથી એક સુધીમાં ૩૩.૪૨ ટકા, એકથી ત્રણ સુધીમાં ૪૫.૩૪ ટકા, ત્રણથી પાંચ સુધીમાં ૫૬.૭૫ અને છેલ્લી એક કલાકમાં ૭ ટકા જેટલું મતદાન થતા કુલ ૬૨.૫૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જીલ્લા પંચાયતની જેતપુર તાલુકામાં આવતી બોરડી સમઢીયાળા ૬૩.૩૨, પેઢલા ૬૫.૭૮, ઠાનાગલોર ૫૬.૯૩ અને વીરપુર ૬૩.૮૯ કુલ ૬૨.૫૦ જેટલું થયું હતું. જ્યારે જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર ૧૧ના અપક્ષ સભ્યના મૃત્યુ થતા ખાલી પડેલ બેઠક માટેની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બે ઉમેદવાર વચ્ચે જ સીધી ટક્કર હતી. જેમાં નગરપાલિકાની ૪૪ બેઠકોમાંથી ભાજપ પાસે ૨૯ બેઠકો પેલાંથી હોય અને પાલિકામાં પણ ભાજપનું જ શાષન હોય, મતદારોએ ચૂંટણીમાં પેલેથી જ રસ ન દાખવ્યો હોય તેવું ચિત્ર હતું. અને મતદાન પણ તાલુકા પંચાયત કરતા અડધું એટલે કે, ૩૨ ટકા જેટલું જ થતાં મતદારોને પેટા ચૂંટણીમાં રસ ન હોવાનું સાચું પડ્યું હતું.  

મહાનગર પાલિકાની ચૂંટણી કરતા લગભગ ૧૭ ટકા જેટલું સરેરાશ વધુ મતદાન થતાં, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરવા લાગ્યા છે. પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ શહેરમાં ભાજપ જ્યારે રાજકોટ જીલા અને જેતપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી હતી. અને હાલની ચૂંટણીમાં તોતિંગ મતદાન થતાં ભાજપના નેતાઓ અંદરખાનેથી વિસામણમાં મુકાય ગયા છે કે, ક્યાંક આ જનાદેશ ભાજપની વિરોધમાં તો નથી ને ? કેમ કે, મહાનગર પાલિકાના ઓછા મતદાનમાં ભાજપના નેતાઓ એવા દાવા કરેલ કે, જે કંઈ મતદાન થયું તે પેઇઝ પ્રમુખ દ્વારા ભાજપના સભ્યોનું જ કરાવેલ એટલે ભાજપને પ્રચંડ બહુમતી મળી, પરંતુ પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારનો જ મતદાર હોય અને હાલ કૃષિ કાયદો સામે નારાજગી, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસમાં ભાવ વધારો તેમજ ખાતરમાં ભાવ વધારાનો અંદેશો હોવાથી તોતિંગ મતદાન સામે ભાજપના નેતાઓને અંદર ખાનેથી ડર સતાવી રહ્યો હોવાનું ચૂંટણી બઝારમાં ચર્ચાઈ રહ્યું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS