જેતપુરની જેતલસર ચોકડી નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી એક અર્ટિકા કારે રસ્તા પર જઈ રહેલા છોટા હાથી ટેમ્પો અને ઉભેલી ઇકો કારને અડફેટે લેતા ઇકો અને ટેમ્પો પલ્ટી મારી ગયેલ યારે અર્ટિકા રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રા વિગત મુજબ જેતલસર ચોકડી પાસે જૂનાગઢ રોડ પર અર્ટિકા કાર અત્યતં સ્પીડમાં આવી રહી હતી. જેમાં કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સૌથી પહેલા માર્ગ પર જઈ રહેલા છોટા હાથી ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચડં હતી કે કાર બાજુમાં ઉભેલી ઇકો કાર સાથે પણ ધડાકાભેર અથડાઈ હતી. અને અર્ટિકા કાર રોડ પરથી ફંગોળાઈને સીધી બાજુના ખેતરમાં ખાબકી હતી, યારે છોટા હાથી ટેમ્પો અને ઇકો કાર બંને રસ્તા પર જ પલટી મારી ગયા હતા. ધડાકાભેર થયેલ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને વાહનોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢા હતા. ત્રણેય ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને અકસ્માતને કારણે સર્જાયેલ ટ્રાફિકજામ પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે સીસીટીવી ફટેજ કબજે કરી અર્ટિકા કાર ચાલક વિદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે