જેતપુર: વિચરતી-વિમુકત જાતિનાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે અરજીનું પોર્ટલ બંધ: આવેદન

  • March 29, 2024 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગો દ્વારા શિક્ષણ હેતુ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે જેમાં ઓબીસી અને વિચરતી અને વિમુક્ત જાતિ  સહિતની જુદી જુદી જાતિઓનો સમાવેશ થાય છે. તે તમામ વિદ્યાર્થીઓને પણ ડિજિટલ ગુજરાતના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. જોકે હાલમાં વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે અરજી કરવા માટેનું પોર્ટલ છેલ્લ ા કેટલાક સમયથી બંધ હોવાથી  છેવાડાના અને વિકાસથી વંચિત જરૂરિયાતમંદ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને  સ્કોલરશીપથી વંચિત રહે તેવી સ્થિતિ  ઊભી થઈ છે.આ બાબતે વિચરતી વિમુક્ત જાતિના યુવા આગેવાન દ્વારા વિકસતી જાતીના  વિભાગીય નિયામકને પત્ર લખીને જણાવ્યા પ્રમાણે પોસ્ટ મેટ્રિક ડિપ્લોમા કોલેજમાં ડિસેમ્બર સુધી પ્રવેશ ફાળવવામાં આવે છે તો બીજી બાજુ સ્કોલરશીપનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટે ૨૬ ડિસેમ્બરથી ૨૧મી જાન્યુઆરી ૨૦૨૪ સુધીનો સમય અપાયો હતો, પરંતુ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરનારા અનેક વિદ્યાર્થીઓનું બેન્ક એકાઉન્ટ  રેકર્ડ પ્રમાણે આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓનું જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં આધાર લિંક કરાવવા માટે લાંબો સમય લાગે છે આમ વિલંબના કારણે ડિસેમ્બરના અંતમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવાની માટેની અરજી કરવાનો પૂરતો સમય મળતો નથી. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની સ્કોલરશીપ માટેની અરજી કરી શક્યા નથી. મહત્વની વાત એ છે કે અન્ય  વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે  અને  કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની અરજી કરવાનું પોર્ટલ આજે પણ ચાલુ છે જેમના કારણે આ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ આજે પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે. જ્યારે માત્ર વિચરતી અને વિમુક્ત જાતિમાં આવતા વિદ્યાર્થીઓનું જ પોર્ટલ બંધ હોવાથી તેઓ અરજી કરી શકતા નથી.
વિચરતી અને વિમુક્ત જાતિના યુવા આગેવાન  દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તેમજ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના વિભાગીય નિયામકને અરજી કરીને આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આજે મામલતદારને પણ આવેદનપત્ર આપી રજુઆત કરીને પોર્ટલ તાત્કાલિક ધોરણે શરૂ કરવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News