ક્રૂ યુનિફોર્મથી લઈને ચમચી અને એક ઓડી સુધીની વસ્તુઓની બોલી લગાવી લેણદારોને રકમ ચૂકતે કરાશ
ભારતની એક સમયે સૌથી મોટી ખાનગી એરલાઇન્સમાંની એક જેટ એરવેઝ હવે ઇતિહાસ બનવાની તૈયારીમાં છે. કંપ્ની બંધ થયાના લગભગ સાત વર્ષ પછી, તેની બાકી રહેલી સંપત્તિઓ પણ હરાજી માટે જઈ રહી છે. ઘણી રોજિંદા વસ્તુઓ પણ વેચાણ માટે છે, જે જેટ એરવેઝના બંધ થવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનું મુખ્ય કારણ એ છે કે એરલાઇનને ફરીથી શરૂ કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી, કંપ્નીની બાકી રહેલી સંપત્તિઓ હવે તેના લેણદારોને ચૂકવવા માટે હરાજી કરવામાં આવશે.
હરાજીમાં સૌથી મોંઘી સંપત્તિઓમાં ત્રણ બોઇંગ વિમાનનો સમાવેશ થાય છે. સ્પેરપાટ્ર્સ, એવિઓનિક્સ, વ્હીલ્સ, કેબિન સાધનો, ફ્લાઇટમાં મનોરંજન પ્રણાલીઓ, સલામતી સાધનો અને એન્જિનિયરિંગ સામગ્રી પણ વેચવામાં આવશે. હરાજીની યાદીમાં વપરાયેલી કટલરી એટલે કે ચમચી, કાંટા, કાચના વાસણો, ખાદ્ય સેવા સાધનો, ક્રૂ યુનિફોર્મ, જૂતા અને ઓફિસ સ્ટેશનરીનો પણ સમાવેશ થાય છે.
ઓડી સહિત અનેક કારની પણ હરાજી થશે
જેટ એરવેઝની રોજિંદા વસ્તુઓ પણ આ હરાજીમાં સામેલ છે. કંપ્નીની દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં મિલકતો છે. આ તમામ વાહનો માટે કુલ અનામત કિંમત આશરે છ40 લાખ રાખવામાં આવી છે. હરાજીમાં સમાવિષ્ટ વાહનો આ મુજબ છે:
એક ઓડી એ6
ચાર હોન્ડા સિટી
ત્રણ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર
એક મારુતિ એસએક્સ4
એક મારુતિ ઇકોજેટ એરવેઝ હવે ક્યારેય શ નહીં થાય
નાણાકીય મુશ્કેલીઓને કારણે જેટ એરવેઝે 2019 માં કામગીરી બંધ કરી દીધી. ત્યારબાદ, જાલાન કાલરોક ક્ધસોર્ટિયમે કંપ્નીને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કાનૂની વિવાદોને કારણે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા.નેશનલ કંપ્ની લો એપેલેટ ટ્રિબ્યુનલએ 2024 માં જેટ એરવેઝને સંપૂર્ણ રીતે બંધ કરવાની મંજૂરી આપી. આનાથી એરલાઇનને પુનજીર્વિત કરવાની બધી આશાઓ સમાપ્ત થઈ ગઈ. હાલમાં, કંપ્નીની બાકીની સંપત્તિઓની હરાજી કરવામાં આવી રહી છે. આ હરાજી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે એક સમયે પ્રતિષ્ઠિત બ્રાન્ડનો અંત દશર્વિે છે.