કલ્યાણપુરનો ખેડુત પુત્ર અને નવયુવાન ઓઇલ પેઇન્ટિંગની ચિત્રકળાની અદભૂત કળા ધરાવતો જેશા લગારીયા

  • March 26, 2021 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીને નાથવા માટે તમામ લોકો કોઇપણ ડર કે મુંઝવણ વગર રસી મુકાવેઃ ચિત્રકાર

જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ માનવી વિવિધ કલામાં નિપુણ થતો ગયો. ધીમે ધીમે સાધન સામગ્રી અને ઓજારો વસાવી ચિત્રકળાની કારીગરીમાં માનવીઓએ ઉમેરો કર્યો. આજે વિજ્ઞાનના યુગમાં યંત્ર, સાધન સામગ્રી અને ઓજારો વિપુલ જથ્થામાં મળતા હોઇ પુરાણી કળા અને કારીગરોમાં ઘણો જ પલટો આવ્યો છે. કળાએ સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ છે. ચિત્રકળાની કારીગરી નિહાળતાં પ્રેક્ષકો અપૂર્વ આનંદ અનુભવે છે. વિવિધતાસભર અનુભવોથી આપણો દેશ અને આપણું ગૌરવવંતું ગુજરાત સમૃદ્વ છે. ગુજરાતમાં પણ ચિત્રકળા વૈવિધ્યતા જુદા-જુદા વિસ્તારોમાં ભિન્નતા સાથે જોવા મળે છે. જેમાં ખંભાતના અખાત પાસે રહેતા લોકો રંગોના ઉપયોગ વડે પથ્થોરોમાંથી સુશોભનની વસ્તુઓ તૈયાર કરે છે.

 

 

આદિજાતીના લોકો માટીના ગેરું તથા પ્રાકૃતિક રંગોના ઉપયોગ વડે વારલી તેમજ પીઠોરા જેવા ભીંતચિત્રોની કલાત્મક કૃતિઓ બનાવે છે. કચ્છના ભાઇ-બહેનો પોતાના ઘરને માટીકામથી સુંદર રીતે સુશોભન કરવા જાણીતા છે તેવી જ રીતે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના યુવા ચિત્રકારશ્રી જેશા લગારીયાએ પોતાની આવડતથી જે રીતે બળેલ ઓઇલથી ચિત્રો બનાવે છે તેમ કલ્યાણપુરે પણ ઓઇલ પેઇન્ટિંગની ઓળખાણ ઉભી કરી છે.

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના રહિશ એવા ખેડુત પુત્ર અને નવયુવાન ઓઇલ પેઇન્ટિંગ બનાવાની અદભૂત કળા ધરાવતોશ્રી જેશા લગારીયા હાલમાં પોતે કોલેજનો અભ્યાસ કરી રહયો છે. અને પોતે ખેડુતપુત્ર હોવાના નાતે તેઓ ખેતી પણ કરે છે. તેમના માતા પિતા અશિક્ષિત છે છતા ચિત્ર બનાવવાની અદભૂત કળા જેશા લગારીયા ધરાવે છે. જેશા લગારીયાને પ્રશ્ન પુશવામાં આવ્યો કે તમે આ ચિત્ર બનાવતા કોની પાસેથી શીખ્યા? યુવાન ચિત્રકારશ્રી જેશા લગારીયાએ જણાવ્યું હતુ કે, તેમના મામા સામતભાઇ બેલા અને તેમના કાકા વર્ષો પહેલા ચિત્રો દોરતા હતા તેમણે ચિત્રકળાઓ મને શિખવી છે. આજે જેશા લગારીયાએ બળેલ ઓઇલમાંથી હજારો ચિત્રો દોર્યા છે. કોઇ ડીઝલ એન્જિન કે વાહનમાંથી બળેલ ઓઇલનો સદઉપયોગ કરી ચિત્રો બનાવે છે. જેશા લગારીયાએ અત્યાર સુધીમાં ભગવાન, સેલીબ્રીટી, નેતા અનેક લોકોના ઓઇલ પેઇન્ટીંગ કર્યાં છે.

 

 

ઓઇલ પેઇન્ટીંગ સાથે સાથે આ ચિત્રકાર સ્કેચ પેઇન્ટિંગ પણ બનાવે છે. ચિત્રકારશ્રી જેશા લગારીયાએ હાલમાં કોરોના વાયરસ અંગે ભારત અને ગુજરાત સરકાર દ્વારા ૪૫ વર્ષથી ઉપર લોકોને રસીકરણ અભિયાનમાં જોડાવા અપિલ કરી છે. અને કોરોના રસી ૪૫ વર્ષથી ઉપરના દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો મુકાવે અને આ રસીની કોઇ પણ જાતની આડ અસર થતી નથી કોરોના મહામારીને નાથવા માટે તમામ લોકો કોઇ પણ ડર કે મુંઝવણ વગર નજીક્ના સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે રસી મુકાવા અપિલ કરી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS