જેફ બેજોસની અંતરિક્ષ યાત્રા, 10 મિનિટની સફર પછી જમીન પર ઉતર્યા

  • July 20, 2021 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ અંતરિક્ષ યાત્રા સફળ રહી. તેઓ 10 મિનિટની યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે લગભગ 6:42 વાગ્યે સ્પેસ ટૂર માટે રવાના થયા હતા. તેમની સાથે અન્ય 3 યાત્રી હતા. જેમાં એક તેમના ભાઈ માર્ક, 82 વર્ષના વેલી ફંક અને 18 વર્ષના ઓલિવર ડેમેન હતા. ઓલિવરે હાલમાં હાઈસ્કૂલ પાસ કરી છે. 

 


જેફ બેજોસ અને તેમની ટીમ જે રોકેટ શિપથી તેઓ સ્પેસમાં જશે, તે ઓટોનોમસ એટલે કે તેમાં પાયલટની જરૂરિયાત નથી. તેના કેપ્સુલમાં 6 સીટ છે, પરંતુ તેમાંથી માત્ર 4 ભરવામાં આવશે. ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીની 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. 

 


અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સ્પેસફ્લાઈટ કંપની બ્લૂ ઓરિઝિને રવિવારે કહ્યું કે તેઓ પોતાની પહેલી હ્યુમન સ્પેસફ્લાઈટ માટે સંપૂર્ણરીતે તૈયાર છે. જેમાં બેજોસ સહિત 4 યાત્રી હશે, જેઓ પૃથ્વીની સપાટીથી 100 કિમી ઉપર કારમન લાઈન સુધી જશે અને જે બાદ સુરક્ષિત રીતે પરત ફરશે. સંપૂર્ણ ફ્લાઈટનો સમય 10-12 મિનિટ સુધીનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS