વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. લાંબા સમય સુધી નંબર વન પદ પર રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નેાલ્ટ હવે બીજા સ્થાને સરકી ગયા છે. બુધવારે વિશ્વના તમામ ટોચના ૧૦ અમીર લોકોની નેટવર્થમાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વના અમીરોની યાદીમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી છે. અમેરિકાની અગ્રણી ઈ–કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ફરી દુનિયાના સૌથી અમીર વ્યકિત બની ગયા છે. તે ફ્રાંસના બર્નાર્ડ આર્નેાલ્ટને હરાવીને નંબર વનના સ્થાને પહોંચી ગયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસ અનુસાર, બુધવારે બેઝોસની નેટવર્થમાં ૧૪૭ મિલિયનનો ઘટાડો થયો હતો, પરંતુ આર્નેાલ્ટને ૬.૭૩ બિલિયનનું નુકસાન થયું હતું.આના કારણે આર્નેાલ્ટની નેટવર્થ ઘટીને ૨૦૩ બિલિયન થઈ ગઈ, યારે બેઝોસ ૨૦૫ બિલિયન સાથે નંબર વન બની ગયા. આ વર્ષે, આર્નેાલ્ટની નેટવર્થમાં ૪.૩૬ બિલિયનનો ઘટાડો થયો છે, યારે બેઝોસની નેટવર્થમાં ૨૭.૯ બિલિયનનો વધારો થયો છે.બુધવારે વિશ્વના ટોચના દસ અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો નોંધાયો હતો. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ૨૦૨ બિલિયન ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને છે
અંબાણી અને અદાણીની નેટવર્થ પણ ઘટી
આ દરમિયાન ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની નેટવર્થમાં ૧.૫૩ બિલિયનનો ઘટાડો થયો છે. અંબાણી ૧૧૦ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૨મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ ૧૩.૮ બિલિયન વધી છે.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આ યાદીમાં ૧૦૬ અબજ ડોલરની નેટવર્થ સાથે ૧૩માં નંબરે છે. બુધવારે, તેની નેટવર્થમાં ૭૯.૫ મિલિયનનો ઘટાડો થયો. જોકે, આ વર્ષે તેની નેટવર્થમાં ૨૧.૭ બિલિયનનો વધારો થયો છે. આ દરમિયાન જેન્સન હત્પઆગં વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૫મા નંબરે પહોંચી ગયા છે. તેમની નેટવર્થ આ વર્ષે ૫૬.૮ બિલિયન વધી છે અને ૧૦૧ બિલિયન પર પહોંચી ગઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech