ગુજસીટોક પ્રકરણમાં જયેશ પટેલના ૭ સાગરિતની જામીન અરજી નામંજૂર

  • June 04, 2021 10:42 AM 

૩ હજાર પાનાના ચાર્જશીટ બાદ થયેલી અરજીમાં સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

જામનગરમાં ગુજસીટોકના ગુનામાં પોલીસે ધરપકડ કરેલા ૧૨ આરોપીઓ પૈકીના ૭ આરોપીઓએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી રદ કરવાનો આજે બપોરે રાજકોટ સ્પે. ગુજસીટોક અદાલતે હુકમ કર્યો છે.

જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા ભુમાફિયા જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોકના ગુનાની  ફરિયાદ ગત તા.૧૫ ઓક્ટો - ૨૦૨૦ના રોજ એલસીબીના પીઆઈ કે.જી.ચૌધરીએ નોંધાવી હતી. તેમાં  જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ સહિતના ૧૪ આરોપીઓ સામે નોંધાયા બાદ નોંધાયા બાદ પોલીસે આ કેસમાં પોલીસે કુલ ૧૨ લોકોની ધરપકડ કરી હતી. તમામને જુદી જુદી જેલમાં મોકલાયા હતા.

દરમિયાન આ ચકચારી કેસમાં તપાસનીશ અધિકારી જામનગર સિટી ડીવાયએસપી નિતેષ પાંડેએ એપ્રીલ માસની શરુઆતમાં રાજકોટ ખાતેની સ્પેશ્યલ ગુજસીટોક અદાલતમાં ૩ હજાર પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજુ કરી હતી. જે બાદ આ કેસમાં પડકડાઈને જેલમાં ગયેલા આરોપીઓ પૈકીના શેરના ધંધાર્થી પ્રફુલ પોપટ, પુર્વ પોલીસ કર્મી વશરામભાઈ મીયાત્રા, પુર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નિલેશભાઈ ટોલીયા, એડવોકેટ વી.એલ.માનસતા, પ્રવિણ ચોવટીયા અને બીલ્ડર મુકેશ અભંગીએ પોતાના વકીલો મારફત હાલમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી અલગ અલગ પૂર્ણ થઈ હતી. તેમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. એસ. કે. વોરાએ ફરિયાદનું સમર્થન કરતી દલીલો અને ઉચ્ચ અદાલતોના જજમેન્ટ આધારો રજુ કર્યા હતા, બંને પક્ષની રજૂઆતો, દલીલો બાદ આજે બપોરે ગુજસીટોકની ખાસ અદાલતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ યુ. ટી. દેસાઈએ સાતેય શખસોની જામીન અરજીઓ રદ કરી  છે. આ કામમાં સરકાર પક્ષે સ્પેશિયલ પી.પી. એસ. કે. વોરાએ રજૂઆતો કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS