વિસાવદરના ભૂતડી ગામે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનું વેચાણ કરતા એસઆરપી જવાનને ઝડપી લીધો હતો. સ્થળ પરથી પોલીસે ૪૬ બોટલ વિદેશી દારૂ સહિત ૪૬,૪૬૫ મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે. પરંતુ દરરોજ મોટી સંખ્યામાં વિદેશી દાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. વિસાવદર પોલીસે સોમવારે જ જેસીબી દ્રારા દારૂના જથ્થાનો નાશ કર્યેા હતો.ત્યાં ગઈકાલે વિસાવદર પંથકમ.વિસાવદર પંથકમાં વિદેશી દારૂનુ વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. ભૂતડી ગામ પાસે સામા કાંઠા વિસ્તારમાં કાચા રસ્તે બાઈક લઈ ઉભેલા જયરાજ વલકુભાઈ વાળા (રહે. ભૂતડી )ને ૫૩ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા યુવક જામનગર એસઆરપીમાં કોન્સ્ટેબલ હોવાનું અને દા તેના મોટા બાપાના દીકરા મનોજ ઉર્ફે મનોજ ઉર્ફે મનો ભગુભાઈ વાળા રહે. ભૂતડી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.વિસાવદર પોલીસે યુવકના કબ્જા માંથી વિદેશી દારૂ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત ૪૬,૪૬૫નો મુદ્દા માલ કબજે કર્યેા હતો. અને દારૂ કેટલા સમયથી વેચાણ કરતો હતો અને કોને આપવાનો હતો સહિતની ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરી દારૂ આપનાર યુવકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech