જવાહર ચાવડાનું માંડવિયા સામે સોશિયલ મીડિયા વોર

  • June 24, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીમાં સક્રિય ના રહેલા જવાહરભાઈ ચાવડા ચૂંટણી સંપન્ન થયા બાદ હવે મેદાને આવ્યા હોય તેમ પક્ષ નહીં જવાહરભાઈ ચાવડા નું કામ બોલે છે તેમ જણાવી પોતે કરેલા વિવિધ કાર્યેા અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને સંબોધન કરતા વિડીયોથી  વિપક્ષ ગેલમાં આવી ગયું છે. ચૂંટણી સંપન્ન થયા બાદ આભાર દર્શનની એક સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ભાજપનું સિમ્બોલ રાખતા નેતાઓએ પક્ષનું કામ કરવું જોઈએ તેવું જણાવી પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા સામે આડકતરો ઇશારો કર્યેા હતો.જોકે સમગ્ર મામલે જવાહરભાઈ ચાવડા સક્રિય થયા હોય તેમ બે દિવસથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીને સંબોધન કરતા વીડિયોમાં જવાહરભાઈ ચાવડા પક્ષથી નહીં પરંતુ તેણે કરેલા કામથી યાદ કરવામાં આવે છે.જવાહરભાઈ ચાવડાએ સોશિયલ મીડિયામાં વીડિયો દ્રારા જણાવ્યું હતું કે માણાવદર, વંથલી વિસ્તારના ખેડૂતના બિયારણ પ્રશ્ન હોય કે ડાર્ક ઝોનનો મહત્વનો મુદ્દો, પાંચ થી છ જિલ્લામાં ૭૫,૦૦૦ ગરીબોને બીપીએલ કાર્ડ મેળવવા મહત્વની ભૂમિકા ભજવી   ,ગુજરાતના ૨૫ ટકા વિસ્તારમાં ડાર્કઝોન હતો તેના કારણે ખેડૂતોને કનેકશન મળતા ન હતા આંદોલન કયુ લડત ચલાવી તેને વિધાનસભામાં બિરદાવવામાં આવી ત્યારબાદ ૨૦૧૨ માં ડાર્ક ઝોન હટાવવામાં આવ્યો,૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન બીપીએલ કામગીરી માટે લોકોને મુશ્કેલી પડતી તે માટે લડત ચલાવી અને જૂનાગઢ જિલ્લ ામાંથી જ  ૧.૪૭ લાખ ફોર્મ ભરી સરકારમાં આપવામાં આવ્યા ત્યારબાદ તેનો ઉકેલ ન આવતા એક ટ્રકથી વધુ કાગળો સાથે હાઇકોર્ટમાં ગયા અને ત્યારબાદ અપાયેલા ચુકાદાથી ઘણા વંચિતો અને ગરીબોને સહાયનો લાભ મળ્યો સરકાર દ્રારા હાલ ચાલતી સેવા સેતુનો મુખ્ય પ્રણેતા જ જવાહર ચાવડા છે તેમ જણાવી સેવા છે એ પક્ષની માલિકીની નથી જનહિત માટેની લડાઈ કરી અને સંપૂર્ણ લડત  સ્વખર્ચે કરી તેમ જણાવી લોકો માટે કરેલા કાર્યેા એ જ તેનું જીવતં ઉદાહરણ છે તેમ જણાવી પક્ષ નહીં પરંતુ તેને કરેલા કાર્યેાથી તેની ઓળખ છે તેમ જણાવતી જવાહરભાઈ ચાવડાની ધારદાર સ્પીચથી આગામી દિવસોમાં જૂનાગઢના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પ્રતીતિ જોવા મળી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application