પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહનું 82 વર્ષે નિધન, 25 જૂનથી હતા સારવાર હેઠળ

  • October 28, 2020 02:04 AM 727 views

પૂર્વ કેન્દ્રીયમંત્રી જસવંત સિંહનું રવિવારે અવસાન થયું હતું. તેઓ 82 વર્ષના હતા. 25 જૂને તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની મલ્ટિરોગન ડિસફંક્શન સિન્ડ્રોમ સેપ્સિસની સારવાર કરવામાં આવી રહી હતી. રવિવારે સવારે તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો હતો. તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો. 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.


પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે જસવંતસિંહ જીએ સંપૂર્ણ દેશની ભક્તિભાવથી આપણા દેશની સેવા કરી હતી.પહેલા સૈનિક તરીકે અને બાદમાં તેમના રાજકારણ સાથેના લાંબા સમયના જોડાણ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા અને નાણાં, સંરક્ષણ અને વિદેશી બાબતોની દુનિયામાં મજબૂત છાપ છોડી દીધી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application