BREAKING NEWS

બર્થ ડે મનાવવા દુબઈ ગયેલી જેસ્મીન ભસીનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરવી પડી

  • June 29, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેલિવિઝન અભિનેત્રી જેસ્મીન ભસીનને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દુબઈમાં રજાઓ ગાળવા ગયેલી જેસ્મીનની અચાનક તબિયત બગડી ગઈ છે. આવી સ્થિતિમાં તેને ત્યાંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી તેના બોયફ્રેન્ડ અલી ગોનીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી છે. 28 જૂના રોજ જેસ્મીનનો જન્મદિવસ હતો. આવા સમયે જેસ્મીનની તબિયત લથડતા અલી ગોની ભાવુક થઈ ગયો હતો અને તેણે ચાહકોને તેની તબિયતની માહિતી આપી હતી. આ વર્ષે જેસ્મીને પોતાનો જન્મદિવસ હોસ્પિટલમાં મનાવવો પડ્યો છે.અલી ગોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરથી જેસ્મીનની એક તસવીર શેર કરી છે, જેમાં અલીએ કેપ્શનમાં લખ્યું, 'જન્મદિવસની શુભેચ્છાઓ જેસ્મીન. અમે અહીં તારો જન્મદિવસ ઉજવવા આવ્યા હતા, પરંતુ જિંદગીનો પ્લાન કંઈક અલગ જ હતો. જન્મદિવસની સારી યાદો બનાવવાને બદલે, આજે અમે હોસ્પિટલના રૂમમાં છીએ. તને આ પીડામાં જોવી એ આ પ્રવાસનો સૌથી મુશ્કેલ ભાગ રહ્યો છે. હું તને ફરીથી હસતી અને સ્વસ્થ જોવા માટે કોઈપણ સેલિબ્રેશન છોડવા તૈયાર છું.  અલી ગોનીએ લખ્યું કે, જેસ્મીનની તબિયત અચાનક ખૂબ જ બગડી ગઈ હતી. જ્યારે અમે હોસ્પિટલ આવ્યા ત્યારે ખબર પડી કે તેને ઇન્ફેક્શન થઈ ગયું છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. અલીએ જણાવ્યું કે પાછલા કેટલાક દિવસો તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને ભાવુક રહ્યા છે. જોકે, તેણે ચાહકોને સાંત્વના આપતા કહ્યું કે જેસ્મીનને ઉત્તમ સારવાર મળી રહી છે અને તે ધીમે-ધીમે સાજી થઈ રહી છે. તેણે દરેકને જેસ્મીનને પોતાની પ્રાર્થનાઓમાં યાદ રાખવા માટે કહ્યું છે.

અલી ગોની અને જેસ્મીન ભસીન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. બંનેની મુલાકાત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી સીઝન 9' દરમિયાન આર્જેન્ટિનામાં થઈ હતી, જ્યાં બંને સારા મિત્રો બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2020માં જ્યારે બંને 'બિગ બોસ 14' ના ઘરમાં સાથે રહ્યા, ત્યારે તેમને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો. અત્યારે બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે અલી ગોની અત્યારે કોમેડી શો 'લાફ્ટર શેફ્સ સીઝન 3' માં જોવા મળી રહ્યો છે. જ્યારે જેસ્મીન ભસીન ખૂબ જ ટૂંક સમયમાં સાહસિક રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 15' માં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application