જાપાન ખોલશે મંગળના બંને ચંદ્રના રહસ્યો આવતા વર્ષે મોકલાશે અવકાશયાન

  • November 01, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંગળને રહસ્યોથી ભરેલો ગ્રહ માનવામાં આવે છે. ખાસ કરીને મંગળ પર જીવન છે કે નહીં તે વિશ્વભરના વૈજ્ઞાનિકો સામે એક કોયડો છે. જીવનની શકયતાઓ ઉપરાંત, લાલ ગ્રહ પર આવા ઘણા રહસ્યો છે જેને વૈજ્ઞાનિકો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંગળના બે ચદ્રં ફોબોસ અને ડીમોસ કયાંથી આવ્યા છે અથવા તે શેના બનેલા છે તેની અંગે પણ રહસ્ય છે.


આ રહસ્યોને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે જાપાન તેના સ્પેસક્રાટ માર્ટિયન મૂન્સ એકસપ્લોરેશન (એમએમએકસ) ને મિશન લાલ ગ્રહ પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશનમાં ફોબોસના ડિ્રલિંગ અને સેમ્પલિંગનો સમાવેશ થાય છે.આ મિશનમાં નાસા સહકાર આપી રહ્યું છે. સ્પેસ ડોટ કોમ ના રિપોર્ટ અનુસાર જો બધું બરાબર રહ્યું તો એમએમએકસને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. અને તે લોન્ચ થયાના એક વર્ષ બાદ મંગળ પર પહોંચશે. ફોબોસમાંથી સામગ્રી એકત્રિત કરવા માટે અવકાશયાન લગભગ એક ડઝન વૈજ્ઞાનિક સાધનોથી સ હશે. તેમાંથી મંગળના ચંદ્રોની રિમોટ સેન્સિંગ અને સ્થળ પર તપાસ માટે સાત સાધનો રાખવામાં આવ્યા છે. ફોબોસમાંથી સામગ્રી એકત્ર કરવા માટે બે નમૂના લેવાનાં સાધનો છે. એકસપ્લોરેશન ટેકનોલોજીના પરીક્ષણ માટે બે સાધનો હશે.

મહત્વનું છે કે આ જર્મન–ફ્રેન્ચ રોવર ૩ મહિના સુધી કામ કરશે. એમએમએકસ મિશનનો મુખ્ય ઘટક જર્મન–ફ્રેન્ચ રોવર છે. ફોબોસ પર ૧૩૦ થી ૩૩૦ ફટની ઉંચાઈ પરથી નીચે ઉતાર્યા બાદ આ રોબોટ ત્રણ મહિના સુધી કામ કરશે. આનાથી વૈજ્ઞાનિકોને મહત્વના નમૂના પહોંચાડવામાં આવશે. વૈજ્ઞાનિકો ફોબોસ અને ડીમોસ પર બંને ચંદ્રની અગાઉની છબી સાથે નવા ફોટો ડેટાની સરખામણી કરીને સપાટી પરના ફેરફારોનું અન્વેષણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફોબોસ અને ડીમોસની શોધના લગભગ ૧૫૦ વર્ષ પછી તેમના વિશે હજી પણ જુદા જુદા દાવાઓ છે. પૃથ્વીના ચંદ્રની તુલનામાં બંને નાના છે. તે ગોળાકાર વિષુવવૃત્તીય ભ્રમણકક્ષામાં છે. ફોબોસ ધીમે ધીમે મંગળ તરફ આગળ વધી રહ્યો છે, યારે ડીમોસ દૂર જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો તેમની રચના કેવી રીતે થઈ અને તેમની વિશેષતાઓ શું છે તે અંગેની માહિતી એકત્ર કરવા માંગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application