અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રોકત વિધિ–વિધાનથી સંપન્ન થયો. રામલલ્લાની દિવ્ય મૂર્તિના સમગ્ર વિશ્વભરના લોકોએ દર્શન કર્યા. રઘુનંદનના અભિષેક બાદ પીએમ મોદીએ 'સિયાવર રામચદ્રં કી જય...થી પોતાના સંબોધનની શઆત કરી હતી. તેમણે દેશવાસીઓને આજના અવસર પર અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, આજે આપણા રામ આવ્યા છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪નો આ સૂર્ય નવી આભા લઈને આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, સદીઓની રાહ જોયા બાદ આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ ક્ષણ અલૌકિક અને પવિત્ર છે. હવે તેઓ ટેન્ટમાં નહિ રહે, પ્રભુ રામ હવે ભવ્ય મંદિરમાં રહેશે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ઇતિહાસના પુસ્તકોમાં કાયમ માટે કોતરાઈ ગયું છે. કારણ કે રામલલ્લા સેંકડો વર્ષેાની રાહનો અતં કરીને અયોધ્યા પાછા ફર્યા છે, અત્યારે દિવ્ય અનુભવી રહ્યો છું. હજારો વર્ષ પછી પણ આજના દિવસની ચર્ચા થશે. ભાવુક થતાં પીએમ મોદીએ કહ્યું કે, વર્ષેાથી મંદિર ન બનાવી શકયા એ વાતનું દુ:ખ છે, આપણા પ્રયત્નો, ત્યાગ અને તપસ્યામાં કંઈક તો કમી હોવી જોઈએ કે આટલી સદીઓ સુધી આપણે આ કામ ન કરી શકયા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. હું માનું છું કે ભગવાન શ્રી રામ આજે આપણને ચોક્કસપણે માફ કરશે. ભગવાન રામના એટલા મોટા આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ. આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે, ગુલામીની માનસિકતાને તોડીને રાષ્ટ્ર્ર આ રીતે ઈતિહાસ રચે છે. આપણે આજથી હજાર વર્ષ પછી પણ આ ક્ષણની ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે જ્યાં રામનું કાર્ય થાય ત્યાં પવનપુત્ર હનુમાન ત્યાં નિવાસ કરે છે, તેથી હું હનુમાનગઢીને પણ પ્રણામ કરું છું. હું માતા જાનકી, લમણ, ભરત અને શત્રુધ્ન વંદન કરૂ છું.
મંદિરનું નિર્માણ આગને નહીં પણ ઉર્જાને જન્મ આપે છે: વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે, હું શ્રી રામ સાથે જોડાયેલા સ્થળો પર ગયો, મને સાગરથી સરયૂ સુધીની યાત્રા કરવાનો અવસર મળ્યો છે. પ્રભુ રામ ભારતના મનમાં રહે છે. પ્રભુ રામ ભારતની આત્માના કણ–કણમાં છે. પર્વથી લઇને પરંપરા સુધી રામ છે. આપણે અનેક કારસેવકોના રૂણી છીએ. રામ રસ જીવન પ્રવાહની જેમ વહે છે. આ અવસર વિજયનો નહીં પણ વિનયનો છે. એક સમય એવો પણ હતો કે લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે. રામલ્લાના આ મંદિરનું નિર્માણ કોઇ આગને નહીં પણ ઉર્જાને જન્મ આપે છે. રામ આગ નથી રામ ઉર્જા છે. રામ વિવાદ નથી સાધારણ છે. રામ માત્ર અમારા નથી રામ બધાના છે. રામ માત્ર વર્તમાન નહીં અનંતકાળ છે.
ભારતનું દરેક શહેર બન્યું અયોધ્યા ધામ, રોમમાં રામ રામ: યોગી આદિત્યનાથ
રામ મંદિરમાં બનેલા મચં પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે મંદિર ત્યાં જ બનાવવામાં આવ્યું છે જ્યાં તેને બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આખો દેશ રામમય છે. એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં આવી ગયા છીએ. રામલલ્લા ૫૦૦ વર્ષ પછી પોતાના મંદિરમાં બેઠા છે. બહુમતી સમુદાયે રામ મંદિર માટે ઘણી લડાઈ લડી છે. ભગવાન રામનું જીવન આપણને સંયમ શીખવે છે. હવે અયોધ્યામાં ગોળી ચલાવવામાં આવશે નહીં. હવે અયોધ્યામાં કર્ફ્યું નહીં લાગે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ભગવાન રામ લલ્લાના ભવ્ય, દિવ્ય અને નવા ધામમાં બિરાજમાન થવા બદલ આપ સૌને હાર્દિક અભિનંદન... માં હૃદય ભાવુક છે... આજે, આ ઐતિહાસિક અવસર પર ભારતનું દરેક શહેર, દરેક ગામ અયોધ્યા ધામ બન્યું છે... દરેક મનમાં રામનું નામ છે. દરેક આખં હર્ષ અને સંતોષના આંસુથી ભીની છે. દરેક જીભ રામના નામનો જપ કરી રહી છે. આજે કણ કણમાં રામ મય છે. એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં પ્રવેશ કર્યેા છે.
આજનો આનદં શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી: મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે આજે સમગ્ર દેશ ભાવુક છે. આજે રામલલ્લા ૫૦૦ વર્ષ પછી પોતાના ઘરમાં વિરાજમાન થયા છે. આજનો આનદં શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તમામ વિવાદોને વિદાય આપવી પડશે. લડવાની આદત છોડવી પડશે. આપણે બધાએ એકબીજા સાથે સમન્વયમાં આગળ વધવું પડશે. આ ઉપરાંત તેમણે પીએમ મોદીના કડક ઉપવાસનો ઉલ્લેખ કરી તેમને તપસ્વીનું બિરૂદ આપ્યું છે. રામલલ્લા સાથે ભારતનું સ્વાભિમાન પરત ફયુ છે. ગયા અગિયાર દિવસ સુધી પીએમ મોદીએ એકલા તપ કર્યું છે પણ હવે આપણે પણ તપ કરવાનું છે. દેશના દરેક નાગરિકે રાષ્ટ્ર્રનિર્માણ માટે તપ કરવું અનિવાર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech