જોડિયામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના આંદોલન

  • July 10, 2021 10:06 AM 

રેલી યોજી, સૂત્રોચ્ચાર પોકાયર્:િ મોંઘવારીનો વિરોધ દશર્વ્યિો: કોરોના મહામારીમાં મૃતકોના માનમાં બે મિનીટનું મૌન પાળી શ્રઘ્ધાંજલિ અર્પી

જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાયેક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયાની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવ્યો હતો, સૌપ્રથમ વંદેમાતરમ ગીતથી કાયેક્રમ ચાલુ કરેલ ત્યાર બાદ કોરોના મહામારીમાં મૃતકોના માનમાં મૌન રાખી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આવી હતી, ત્યારબાદ વડીલ વંદના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં કામ કર્યું હોય અથવા ચુંટણી લડેલા હોઈ તેવા વરિષ્ઠ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભીખુભાઈ વારોતરીયા તથા મેમ્બર શહેનાઝબેન બાબી તથા તથા કાલાવડ-76 નાં ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલનાં વાઇસ ચેરમેન કણેદેવસિહ જાડેજા તથા રાજીવગાંધી પંચાયતી રાજના સેક્રેટરી કે.ડી.બાવરવા તથા જામનગર જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.પી.મારવીયા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ ભીમાણી તથા જોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ સાવરીયા તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમરશીભાઈ ઝાલા તથા ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી રજનીભાઇ ટંકારીયા તથા તિકુભાઈ વઘેરા તથા કોંગ્રેસ આગેવાન મગનભાઈ કાનાણી તથા તથા કરમણભાઈ ભીમાણી તથા જોડીયા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ વમો તથા  પુજાબેન જાડેજા તથા નસિમબેન તથા શિરીનબેન તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવેલ દરેક હોદેદારો અને કાર્યકરો એ આ ભારતીય જનતા પાર્ટીના અણઘડ વહીવટના લીધે પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ વધારા તથા રાધંણ ગેસ સહીતના જીવન જરિયાતની દરેક વસ્તુઓમાં ભાવવધારાના વિરોધમાં જોડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયાની અધ્યક્ષસ્થાને રેલી યોજી અને વિવિધ  બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને આ ભ્રષ્ટાચા્રી ભાજપ સરકારની નિતિ નિયમોને ઢંઢોળવા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જોડીયા ગામમાં મેલડી માતાજી મંદિર સુધી મેલડી માતાજીના મંદિરે પ્રાર્થના કરીને આ ભ્રષ્ટાચારી સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના દ્વારા આપેલા ઠરાવોને વાંચીને દરેક હોદેદારો અને કાર્યકરોનું સમર્થન મળ્યું હતું અને ત્યારબાદ જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
 આ કાર્યક્રમનું સંચાલન ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી રજનીભાઇ ટંકારીયા એ કરેલ હતું અને સંકલન જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવારે કરેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS