જામ્યુકોને મિલ્કત અને વોટર ચાર્જીસના ા. 9.27 કરોડની થઇ આવક

  • June 08, 2021 11:09 AM 

મિલ્કતવેરાના 15822 અને વોટર ચાર્જના 8747 લાભાર્થીઓએ રીબેટ યોજનાનો લાભ લીધો : તા. 30 જુન સુધી યોજના ચાલુ રહેશે

જામનગર મહાપાલીકા દ્વારા બાકી રહેતા મિલ્કત વેરા અને વોટર ચાર્જ તેમજ એડવાન્સ ટેક્ષ ભરનારાને 10 થી 25 ટકા સુધીનું વળતર આપવામાં આવે છે જેના ભાગપે મહાપાલીકાની તિજોરીમાં આ યોજના પેટે ા. 9.27 કરોડ જમા થઇ ચુકયા છે.

મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલની સુચનાથી આસી. ટેક્ષ કમિશ્ર્નર જીજ્ઞેશ નિર્મલ, ટેક્ષ અધિકારી જી.જે. નંદાણીયા, ધિરેન મહેતા અને તેની ટીમે મિલ્કત વેરા અને વોટર ચાર્જની રકમ વધુ ભરાય તે માટે પ્રયત્નો શ કયર્િ છે આ યોજના તા. 17 મે થી શ થઇ છે અને તા. 30 જુન સુધી ચાલશે.

રીબેટ યોજનામાં અત્યાર સુધીમાં 15822 લાભાર્થીઓએ 56.62 લાખ અને વોટર ચાર્જમાં 8747 લાભાર્થીઓએ ા. 13.94 લાખનું રીબેટ મેળવેલ છે. તા. 31-3-2006 સુધીની રેન્ટ બેઇઝ પઘ્ધતીથી બાકી રોકાતી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી મળશે, ત્યારબાદ 1-4-2006 થી કારપેટ પેઇઝ પઘ્ધતી મુજબની બાકી રોકાતી મિલ્કત વેરા અને વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના પણ ચાલુ થઇ છે.

વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી જાહેર થયેલ છે અને તા. 6-6-21 સુધીમાં 821 લોકોએ 16.63 લાખ વ્યવસાય વેરો ઘરપાઇ કરી દીધો છે. આ વ્યાજ માફી યોજના પણ તા. 30 જુન સુધી ચાલુ છે જામનગર મહાપાલીકાની વડી કચેરી, ત્રણેય સીવીક સેન્ટરો, એચડીએફસી, નવાનગર, આઇડીબીઆઇ, કોટક મહીન્દ્રા ની તમામ શાખાઓમાં અને મોબાઇલ ટેક્ષ વાહનમાં ટેક્ષ ભરી શકાશે તેમ યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS