જામ્યુકો દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનાર 87 લોકોને કરાયો દંડ

  • April 03, 2021 08:26 PM 

માસ્ક વીના ફરતા લોકો પાસેથી 27500 અને સોશ્યલ ડીસ્ટન્સ ન રાખનારા પાસેથી ા. 18700 વસુલાયા

જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા અને માસ્ક વીના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ રાખ્યું છે, ગઇકાલે દિવસ દરમ્યાન કુલ 87 લોકો પાસેથી 46200ની રકમનો દંડ લેવામાં આવ્યો હતો.

મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલની સુચનાથી ગઇકાલે 6 ટીમો દ્વારા માસ્ક વીનાના 27 લોકો પાસેથી 27500 અને સોશ્યલ ડીસ્ટન્સ ન રાખનારા 60 લોકો પાસેથી ા. 18700નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો આજ સવારથી આ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ 1.93.100નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. અને લોકોને પણ માસ્ક પહેરીને નીકળવા તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ન જવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS