BREAKING NEWS

આજથી જામ્યુકોની બે માસ સુધી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના શરૂ

  • May 01, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી જામ્યુકોની બે માસ સુધી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના શરૂ


૧૦ ટકાથી ૨૫ ટકા સુધી રિબેટ મળશે: ઓનલાઇન ટેક્ષ ભરનારને બે ટકા વધુ વળતર


ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬ - ૨૭ ના વર્ષમાં એડવાન્સ મિલ્કત વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ગ્રીનરી ચાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જની રકમ ઉપર વેરા વળતરની યોજના શ‚ થશે કાલથી સતત બે મહિના સુધી લોકો એડવાન્સ ટેક્ષ ભરી શકશે અને તેઓને ૧૦ થી ૨૫ ટકા રીબેટ મળશે, ઓનલાઇન ટેક્ષ ભરનારને અને સતત ૩ વર્ષ સુધી એડવાન્સ ટેક્ષ ભરનારને ૨ ટકા વધુ વળતર મળશે.


જામનગર મહાનગરપાલિકા દવારા અગાઉના વર્ષની જેમ જ જેતે કેટેગરી વાઈઝ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત જાહેર થયેલ રીબેટ યોજના અંતર્ગત એડવાન્સ મિલ્કત વેરા, (જનરલ ટેક્સ(સામાન્ય કર) + ક્ધઝર્વન્સી અને સુઅરેજ ટેક્સ(સફાઈ કર)), વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ગ્રીનરી યાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જની રકમ એડવાન્સમાં ભરનાર દરેક કરદાતાઓને નીચે મુજબ નિયત થયેલ કેટેગરી અનુસાર ૧૦% થી ૨૫% સુધીનું રીબેટ તા.૦૧/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી મળવા પાત્ર છે.


સામાન્ય કરદાતાઓ (એડવાન્સ ટેક્સ ૧૦% રીબેટ), સીનીયર સીટીઝન (એડવાન્સ ટેક્સ ૧૦% રીબેટ + સીનીયર સીટીઝન ૫% = ૧૫% રીબેટ) (તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ સીનીયર સીટીઝનનો દરજ્જો ધરાવતા હોય તેવા નાગરિકો માટે), શારીરીક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓ (એડવાન્સ ટેક્સ ૧૦% + વધારાનું ૫% = ૧૫%) બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓ (એડવાન્સ ટેક્સ ૧૦% + વધારાનું ૫% = ૧૫%), ક્ધયા છાત્રાલયને કરવેરામાં રાહત (એડવાન્સ ટેક્સ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫%), માજી સૈનિકોને કરવેરામાં રાહત (એડવાન્સ ટેક્સ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫%), સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોનો વિધવાઓને કરવેરામાં રાહત (એડવાન્સ ટેક્સ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫%)


આ ઉપરાંત અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અને અંધાશ્રમને કરવેરામાં રીબેટ (એડવાન્સ ટેક્સ ૧૦% વધારાનું ૧૫% = ૨૫%), સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને ર% વધારાનું રીબેટ, ઓનલાઈન ટેક્સ ભરનારને ૨% ડિસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂ.૨૫૦/-), ગ્રીન એનર્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને ૨૦૨૬-૨૭ના વર્ષ અગાઉ રહેણાંક મિલ્કતોમાં તથા બિન-રહેણાંક મિલ્કતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સીસ્ટમ વ્યક્તિગત ધોરણે ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેક્સના ધોરણે ૫% ટેક્સમાં રીબેટ આ અંગેની વધુ જાણકારી માટે મિલ્કત વેરા શાખા તથા વોટર વર્કસ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.


વિશેષમાં ઉપરોક્ત મુદા ક્રમાંક : ૨ થી ૮ માં જણાવેલ વિગતો અંગે રાજ્ય સરકારશ્રીની વ્યાખ્યા મુજબ સીનીયર સીટીઝન, શારીરિક ખોડખાંપણ, બી.પી.એલ. કાર્ડ ધારક, વિધવાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને આધારો રજુ કર્યે રીબેટ મળવાપાત્ર રહેશે. આ રીબેટ યોજનાનો લાભ જે કરદાતાઓએ અગાઉના તમામ પ્રકારના વેરા ભરપાઈ કરેલ હશે તેવા કરદાતાઓને જ લાભ આપવામાં આવશે. માત્ર સરચાર્જ શિક્ષણ ઉપકર) ઉપર રીબેટ આપવામાં આવશે નહિ.


મિલકતવેરાની ભરપાઈ (૧) જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, (૨) શરૂ સેક્શન સિવિક -સેન્ટર, (૩) રણજીતનગર સિગિક-સેન્ટર, (૪) ગુલાબનગર સિવિક-સેન્ટર, (૪) ગ્રીનસીટી સિવિક-સેન્ટર(બસ સ્ટેન્ડની બાજુમાં) (૫) સમર્પણ ચોકડી સિવિક-સેન્ટર(ગુજરાત ગેસની બાજુમાં) (જ) જામનગરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેન્ક, નવાનગર કો ઓપરેટીવ બેન્ક, આઈ.ડી.બી.આઈ. બેન્ક તથા કોટક મહિન્દ્રા બેન્કની શહેરની તમામ શાખાઓ (૭) મોબાઈલ, ટેક્સ કલેક્શન વેન, (૮) જેએમસી કનેકટેડ એપ્લીકેશન તથા (૯) મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઓનલાઇન પણ સ્વીકારવામાં આવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application