જામનગરનો દિન-પ્રતિદિન વિકાસ થતો જાય છે ત્યારે રાજય સરકારે ૨૦૨૫ના વર્ષના શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યુ હતું જેમાં ૧૮ પ્રકલ્પોના રૂ.૫૮૯.૨૮ કરોડના લોકાર્પણ અને ૫૮ પ્રકલ્પોના રૂ.૩૫૮.૭૩ કરોડના થઇને ૭૬ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે, એટલે કે આ વર્ષમાં રૂ .૯૪૮.૦૧ કરોડના વિકાસ કામો થયા છે, આગામી દિવસોમાં પણ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર મજબુત થાય અને આધુનિક સુવિધાઓનો વિકાસ થાય તેમજ માર્ગ, પાણી, સ્વચ્છતા અને હરીયાળી ઉભી થાય તે માટેનો માર્ગ મોકળો થયો છે, આગામી દિવસોમાં પણ વધુને વધુ વિકાસ કામો થતાં રહેશે તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
શહેરમાં મુખ્ય કામમાં સાતરસ્તાથી સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ સુધી ફલાય ઓવર, ઉપરાંત ડીઆઇ પાઇપલાઇનમાં ઉંડ-૧ ડેમથી પમ્પહાઉસ સુધી ફીલ્ટર પ્લાન્ટ પ વર્ષના ઓપરેશન સાથે રૂ.૧૨૧.૧૦ કરોડ, જેમાં ૨૦ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન મેઇન લાઇન બનાવવા માટે રૂ.૪૦.૦૯ કરોડ, ઢીચડા વિસ્તારમાં ક્ધસ્ટ્રકશન ઓફ સીઆર કલેકશન માટે રૂ.૧૫.૯૮ લાખ, પાર્ટ-૨માં ઢીચડા વિસ્તારમાં ક્ધસ્ટ્રકશન ઓફ સીઅર કલેકશન પાઇપલાઇન માટે રૂ.૮.૨૯ કરોડ, વોર્ડ નં.૭માં સીવીક સેન્ટર બનાવવા રૂ.૨.૪૪ કરોડ અને વોર્ડ નં.૧૫, ૧૬ લાલપુર રોડ ઉપર સિવીક સેન્ટર બનાવવા રૂ.૨.૪૪ કરોડ થઇને કુલ ખર્ચ રૂ.૪૧૭.૩૩ કરોડના લોકાર્પણના કામો થયા છે, જયારે ૩૩.૮૯ કરોડના સીવીલના વિવિધ કામો કરાયા છે.

આ ઉપરાંત ખાતમુર્હુતના કામમાં કાલાવડ નાકા થઇને કલ્યાણ ચોક સુધીના હૈયાત રીવર બ્રિજને ડીમોલીશન કરી નવો ફોર ટ્રેક રિવર બ્રિજ બનાવવા રૂ .૧૮.૫૫ કરોડ, વોર્ડ નં.૯માં પત્રકાર કોલોની શેરી નં.૧, ૨, ૩માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને વોટર વીએઆર સિસ્ટમ બનાવવા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સુધી ટાઉનહોલની ગોળાઇ થઇ બેડી નાકા સુધી રૂ.૧.૮૨ કરોડના ખર્ચે વોટર ડ્રેનેજનું કામ ઉપરાંત લાલવાડી વિસ્તારમાં આંતરીક શેરી અને સીસી રોડના ૨.૩૩ કરોડ, વોર્ડ નં.૪માં નવાનાગના રોડ વિસ્તારમાં સીસી રોડ બનાવવા માટે રૂ૦.૩૮ કરોડ, વોર્ડ નં.૧૧માં હાપા ઉદ્યોગનગર વિસ્તારમાં સીસી રોડ માટેરૂ.૨.૨૮ કરોડ, વોર્ડ નં.૧૧માં ગુલાબનગર રામવાડીની શેરીમાં સીસી રોડ માટે રૂ.૨.૫૨ કરોડ તેમજ વોર્ડ નં.૬માં રવિ પાર્ક સોસાયટીના આંતરીક રસ્તા માટે રૂ.૧.૭૯ કરોડ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના વર્ષમાં વોર્ડ નં.૪માં ખડખડનગર મેઇન રોડની પાછળના ભાગમાં રૂ.૦.૦૭ કરોડના ખર્ચે સી.સી.રોડ, વોર્ડ નં.૪માં રૂ.૦.૦૭ કરોડના ખર્ચે સી.સી. રોડ બનાવાયા છે.
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત હનુમાન ચોકથી ગોપાલ ચોક સુધી ૦.૦૮ કરોડ, વોર્ડ નં.૪માં વિમલ પાર્કમાં સીસી બ્લોક માટે ૦.૨૦ કરોડ, વોર્ડ નં.૫માં નવલભાઇ મીઠાઇવાલાની દુકાન પાસેથી આયુ.યુનિ. રોડ સીસી રોડ બનાવવા અને બ્લોક નાખવા માટે રૂ.૧.૩૨ કરોડ, આ જ રોડમાં વાલ્કેશ્ર્વરીનગરી સનસાઇન સ્કુલથી વાલ્કેશ્ર્વર મહાદેવના મંદિર સુધી ૦.૨૦ કરોડના ખર્ચે સી.સી.રોડ, વોર્ડ નં.૭માં સમર્પણ હોસ્પિટલથી મયુર વિલાના ગેઇટ સુધી રૂ.૦.૩૯ કરોડના ખર્ચે સી.સી.રોડ અને વોર્ડ નં.૬માં બાલાજી પાર્ક સોસાયટી ડીફેન્સ કોલોની તેમજ તિરૂપતિ-૨માં શેરી નં.૭ સુધી અને શેરી નં.૬ સુધી સી.સી.રોડ બનાવવા રૂ.૦.૭૮ લાખના ખર્ચે કામ થયેલ છે, આ સમગ્ર કામનું સુપર વિઝન સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ કરી હતી.