જામનગરના એક દારૂના ધંધાર્થી સામે તાજેતરમાં ઇંગ્લીશદારૂની પ્રવૃત્તિ સંબંધેના બે કેસ નોંધાયા હોવાથી તેની સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને એલસીબીની ટીમ દ્વારા તેની પાસા હેઠળ અટકાયત કરી લઈ વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબી પીઆઇ લગારીયાની સુચનાથી શરદભાઇ, હિરેનભાઇ, સુરેશભાઇ દ્વારા દરખાસ્ત તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં નંદનવન સોસાયટી પાસે પિંજારાવાસમાં રહેતા સાહિલ ફિરોજભાઈ પિંજારા સામે તાજેતરમાં ઈંગ્લીશ દારૂની પ્રવૃતિના બે કેસ નોંધાયા હતા. જેથી એલસીબીની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમહર્તા સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીની મહોર મારવામાં આવી છે, અને એલસીબીની ટીમ દ્વારા આરોપી સાહિલ પીંજારાની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને પાસા વોરન્ટના આધારે પીએસઆઇ મોઢવાડીયા તથા સ્ટાફ દ્વારા વોરન્ટ બજવણી કરીને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.