BREAKING NEWS

સૌરાષ્ટ્ર અન્ડર-૧૪ ટીમમાં જામનગરના તરુણની પસંદગી

  • January 02, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લાનું ક્રિકેટ ક્ષેત્ર માટે ગૌરવ સમાન ક્ષણ ત્યારે સર્જાઈ છે જ્યારે મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે છેલ્લા ૯ વર્ષથી તાલીમ લઈ રહેલા પ્રતિભાશાળી યુવા ક્રિકેટર હસિત હાર્દિક ગણાત્રાની સૌરાષ્ટ્ર અન્ડર-૧૪ ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ પ્રત્યેનો ઝનૂન, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનના બળે હસિત આજે પોતાના સપનાની દિશામાં વધુ એક મજબૂત પગલું આગળ વધાર્યું છે.


જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિયેશન માટે આ ગૌરવની બાબત છે કે હસિત ગણાત્રા સૌરાષ્ટ્રની ટીમમાં પસંદ થયો છે,  તેણે જામનગર ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૪ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ઓપનર રાઈટ હેન્ડ બેટ્સમેન અને ઓલરાઉન્ડર તરીકે રમતો હસિત ગણાત્રા ઈન્ડર ડિસ્ટ્રીક અંડર-૧૪  ૨૦૨૫-૨૬માં શાનદાર પ્રદર્શન કરીને લીડરબોર્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં તેણે માત્ર ૫ ઈનિંગમાં ૪૧૬ રન બનાવ્યા હતા, જેમાં ૨ અર્ધસદી અને ૨ સદીનો સમાવેશ થાય છે. સાથે સાથે ફિલ્ડિંગમાં પણ તેણે પોતાની ચપળતા અને પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

​​​​​​​

 સૌરાષ્ટ્ર અન્ડર-૧૪ ટીમમાં પસંદગી સાથે હસિત ગણાત્રાની આ સફર હવે વધુ મજબૂત બની છે અને ક્રિકેટ જગતમાં એક ભાવિ તેજસ્વી ક્રિકેટર તરીકે તેની ઓળખ ઊભી થતી જોવા મળી રહી છે. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન પ્રમુખ સહિત  હોદેદારોએ હસિતને શુભેચ્છાઓ પાઠવી છે તેવુ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન મેનેજર ભરત મથ્થરની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application