જામનગરના યુવાનોએ મેળવ્યું ઓનલાઈન (વેબિનાર) ઈન્ટરવ્યુ તાલીમ શિબિર દ્વારા માર્ગદર્શન

  • August 04, 2021 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યમાં કેળવણી પામેલ યુવક-યુવતીને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી,અર્ધ સરકારી કે બિન સરકારી સંસ્થાઓમાં લેખિત તેમજ મૌખિક કસોટી માટે ઉપસ્થિત રહેવાનું રહે છે. જેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ઓનલાઈન(વેબિનાર) ઈન્ટરવ્યું માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન તા.02-08-2021ના રોજ સવારે 10:00 થી 1:00 કલાક દરમ્યાન સત્યસાંઈ વિદ્યાલય,જામનગર ખાતે રાખવામાં આવેલ હતું.આ શિબિરમાં ગુજરાત જાહેર આયોગના ચેરમેનશ્રી દિનેશ દાસા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.જામનગર જીલ્લાના 100 જેટલા યુવાનો વેબિનાર મારફતે જોડાયા હતાતેમજ અન્ય યુવાનો ઓનલાઈન યુ ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ્ય, ચેનલ નં-554 ઉપરથી દ્વારા જોડાયા હતા.આ વેબીનારમાં યુવાનો દ્વારા પરીક્ષાલક્ષી પ્રશ્નો પૂછવામાં આવેલ હતા અને સચોટ માર્ગદર્શન મેળવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS