જિલ્લા કલેકટરે કામચલાઉ બસ સ્ટેન્ડ માટે પ્રદર્શન મેદાનનો ઉપયોગ કરવા આપી મંજુરી: લગભગ બે વર્ષ સુધી કામ ચાલશે: 3375 બાંધકામમાં 13 પ્લેટફોર્મ, વીવીઆઇપી મ, રેસ્ટ મ, યુરીનલ, શૌચાલય, દુકાનો સહિતની આધુનિક સુવિધા
રાજકોટ અને જુનાગઢનું એસ.ટી. બસ સ્ટેન્ડ આધુનિક થાય તે પહેલા અગાઉ જામનગરનું એસ.ટી. બસ સ્ટેન્ડ સરકારે મંજુર કર્યુ હતું પરંતુ નબળી નેતાગીરીને કારણે શહેરનું બસ સ્ટેન્ડ વિકાસ પામી શકયું ન હતું, 13-1-1970થી જામનગરમાં એસ.ટી. બસ સ્ટેન્ડની શઆત થઇ હતી, 54 વર્ષ થઇ ગયા બાદ આ જર્જરીત બસ સ્ટેન્ડને હવે નવું બનાવવા સરકારે નિર્ણય કર્યો છે, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ નવું બસ સ્ટેન્ડ ઝડપથી બને તે માટે અથાગ પ્રયત્નો કયર્િ હતાં જેને સફળતા મળી છે અને આખરે ા.14.48 કરોડના ખર્ચે જામનગરને અદ્યતન બસ સ્ટેન્ડ મળશે જેનું કામ લગભગ બે વર્ષ ચાલશે, આખરે જિલ્લા કલેકટર ભાવીન પંડયાએ કામચલાઉ બસ સ્ટેન્ડ માટે પ્રદર્શન મેદાનમાં 10 હજાર ચો.મી. જમીન ફાળવી દીધી છે અને ત્યાં ડેપો ઉભો કરવામાં આવશે.
જામનગરમાં અમદાવાદ, બરોડા, સુરત જેવું બસ સ્ટેન્ડ બનાવવા સરકારે માર્ચ માસમાં જ મંજુરી આપી દીધી છે, લગભગ ત્રણેક મહીનામાં કામચલાઉ બસ સ્ટેન્ડ પ્રદર્શન મેદાનમાં તૈ્યાર થઇ જશે. નવા બસ સ્ટેન્ડમાં 3 લાખ ચો.ફુટ જમીનમાં વિશાળ વર્કશોપ, સર્વિસ સ્ટેશન, પ્લેટફોર્મ એરીયા, ડ્રાઇવર-ક્ધડકટરનો રેસ્ટ મ, જેન્ટસ લોકર મ, પુષો માટે પાંચ યુરીનલ, ત્રણ શૌચાલય, ત્રણ બાથમ, મહીલાઓ માટે છ શૌચાલય, ડ્રાઇવર-ક્ધડકટર માટે રેસ્ટ મ, આઠ દુકાન સહિતની સુવિધા રાખવામાં આવશે.
તા.14 માર્ચ 2024ના રોજ નવા બસ સ્ટેન્ડનો સિલાન્યાસ પણ કરી દેવાયો હતો, ત્યારબાદ એસ.ટી.વિભાગની માંગણી મુજબ જમીન પણ ફાળવી દેવામાં આવી છે. એસ.ટી.નિયામક દ્વારા જણાવાયું છે કે, કામચલાઉ બસ સ્ટેન્ડ જેમ બને તેમ ઝડપથી લગભગ બે મહીનામાં પુ કરાશે. 3375 ચો.મી. બાંધકામમાંથી 371 ચો.મી. 13 પ્લેટ ફોર્મ બનાવાશે અને 795 ચો.મી. જમીનમાં મુસાફરો માટેની અદ્યતન બેઠક વ્યવસ્થા ઉભી કરાશે જેમાં વેઇટીંગ મ, બુકીંગ મ, રીઝર્વેશન મ, વિદ્યાર્થી પાસ માટે ઇન્કવાયરી ઓફીસ, વીવીઆઇપી મ, ટ્રાફિક ક્ધટ્રોલર મ, બેબી ફીડીંગ મ, રેસ્ટ મ, બે અદ્યતન કેન્ટીન, પુષો માટે વધુ 12 શૌચાલય અને 17 યુરીનલ અને મહીલા મુસાફરો માટે 10 શૌચાલય, વિકલાંગ મુસાફર માટે શૌચાલય વિથ રેમ્પ, પાર્સલ ઓફીસ, ઇલેકટ્રીક ઓફીસ અને વોટર મ તેમજ 13 અદ્યતન પ્લેટ ફોર્મ પણ બનાવવામાં આવશે. હાલમાં ડ્રાઇવર અને ક્ધડકટર માટે રાત્રે સુવા-બેસવા માટે કોઇ વ્યવસ્થા નથી, પુરતા મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ પણ નથી આ બધી વ્યવસ્થા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech