હજુ બે દિવસ પહેલા 9.પ ડિગ્રી રહ્યા બાદ આજે કલેકટર કચેરીના કંટ્રોલમ દ્વારા અપાયેલા લઘુતમ તાપમાન આંકડાથી શંકા-કુશંકા: જનજીવન પર અસર
જામનગર સહિત સમગ્ર હાલારમાં બે દિવસ પહેલા તાપમાન સીંગલ ડીજીટમાં આવી ગયા બાદ એકાએક તેમાં પાંચ ડિગ્રીનો ઉછાળો છે, કલેકટર કચેરીના કંટ્રોલ મમાંથી જણાવવામાં આવ્યું છે કે, અવારનવાર બાજરા સંશોધન કેન્દ્રમાંથી કલેકટર કચેરીના કંટ્રોલમના આંકડામાં ફેરફાર આવે છે, બીજી તરફ દ્વારકા કલેકટર કચેરીમાં કેટલું તાપમાન છે ? તે અંગે કોઇપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી, બધું લોલંલોલ ચાલે છે, ત્યારે લઘુત્તમ તાપમાન 14.8 ડીગ્રી દશર્વિતા લોકોમાં ભારે આશ્ર્યર્ચ થયું છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 15 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે. ભારે ઠંડીને કારણે વ્હેલી સવારના સ્કુલે જતાં બાળકોને સારી એવી મુશ્કેલી પડે છે. જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ રાત્રીના 8 વાગ્યે બજારો સુમસામ થઇ જાય છે અને ગામડામાં પણ ઠેર-ઠેર તાપણા જોવા મળ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્ર જાણે કે રેફ્રીજરેટર બની ગયું હોય એવું માહોલ સર્જાયો છે, ગઇકાલે ગીરનાર પર્વત ઉપર 4.8 ડીગ્રી, નલીયા 5.6, રાજકોટ 8.3, જુનાગઢ 7 તથા અમરેલી 8.4, પોરબંદર 9.6 ડીગ્રી તાપમાન રહ્યું છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 14.6 ડીગ્રી, મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 65 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે.
હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMઆ જાણીને નવાઈ લાગશે: રેસ્ટોરન્ટએ વાનગીના જ નામ અભણ, વિદ્વાન, હોંશિયાર રાખ્યા
January 10, 2025 04:55 PMમગરનું માથું લઈ મુસાફર કેનેડા જવા નીકળ્યો, દિલ્હી એરપોર્ટ પર ચેકિંગમાં પકડાયો ને પછી થયું આવું...
January 10, 2025 04:32 PMદુનિયાની અનોખી આદિજાતિ: દૂધમાં લોહી ભેળવીને પીવે છે
January 10, 2025 04:28 PMવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech