જામનગરવાસીઓ બનાવો ઉંધીયું: શાકભાજી થયા સસ્તા

  • January 10, 2025 11:31 AM 

ફ્લાવર, રીંગણા, કોબી, ગાજર, વાલોર થયા સસ્તા: ગુવાર અને મરચાં થોડા મોંઘા, કોથમીર, ભાજી, પાલક અને લીલી ડુંગળી સાવ સસ્તી થતાં લોકોને રાહત: યાર્ડમાં હરરાજીમાં ખેડૂતોને પૂરા ભાવ મળતા ન હોય, નુકશાની વ્હોરવાનો વારો આવ્યો, લોકો સુધી શાક પહોંચવામાં બન્યુ મોંઘુ


શિયાળાની શઆત થતાં નગરવાસીઓ પુરી અને ઉંધીયું બનાવવામાં પડ્યા હોય છે, એક તરફ ગરમા ગરમ ઓળો અને કાચો આળો બનાવે છે, બીજી તરફ શિયાળુ શાકભાજી છેલ્લા 1પ-20 દિવસથી સાવ સસ્તા થઇ ગયા છે, એક તરફ મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ આવે છે અને બીજી તરફ શાકભાજી સસ્તા થઇ જવાથી ગૃહિણીઓ પણ રાહત અનુભવે છે. ફલાવર, રીંગણા, કોબી, ગાજર, વાલોર અને મેથી, પાલક, લીલી ડુંગળી સસ્તા થઇ ગયા છે, ત્યારે લોકોને ઉંધીયું ખાવામાં મોજ પડી ગઇ છે, આમ શાકભાજી સસ્તા થતાં લોકોને સારી એવી રાહત થઇ છે, ખાસ કરીને ખંભાળીાયના રીંગણા 1પ થી ર0 કીલો લેખે મળતા થઇ ગયા છે.


શાકબજારની વાત લઇએ તો માર્કેટીંગ યાર્ડમાં ર0 કિલો ડુંગળીના 1પ0 થી 300 બોલાયા છે, પરંતુ એ ડુંગળી ધીમે ધીમે સુભાષ શાકમાર્કેટ આવે અને એ પછી ગલ્લા અને રેંકડી સુધી પહોંચે છે, અત્યારે તો નાની ડુંગળી ા. 1પ અને મોટી ડુંગળી ા. ર0 માં મળે છે, શાકભાજીમાં ચારેકોર રીંગણા અને કોબી ફલાવર જોવા મળે છે, ખંભાળીયાના રીંગણા કિલોના 1પ થી ર0 લેખે મળતા થઇ ગયા છે, લોકો ઓળાનો રસાસ્વાદ માણે છે.


અન્ય શાકની વાત લઇએ તો બટેટા કિલોના ા. 40 થી 4પ, ફલાવર ા. 1પ થી ર0, મરચાં ા. 60 થી 80, રીંગણા 1પ થી ર0, વાલોર ા. 4પ થી પ0, વટાણા ા. 40 થી પ0, ગાજર ા. 30 થી 3પ, લીલું લસણ પુરીયું ા. ર0, લીલી ડુંગળી ા. 1પ થી ર0, નાના રીંગણા ા. ર0, લીંબુ થોડા મોઘાં ા. 60 થી 80, પરવડ ા. 90, ભીંડો ા. 60 થી 70, ગુવાર ા. 80, બીટ ા. 1પ થી ર0, મેથીનું પુરીયું ા. 10, તાંજરીયાની ભાજી ા. 10, છુટા પડેલા જીંજરા ા. 100, હળદર ા. 80, આદુ ા. 70 થી 80, મોગરીનું પુરીયું ા. 10 થી 1પ માં મળી ગયું છે.


છેલા કેટલાક સમયથી લીલી વટાણા, ફલાવર અને રીંગણા સાવ સસ્તા થઇ રહ્યા છે, એમાંય માર્કેટીંગ યાર્ડમાં ા. 80 માં 10 કિલો ભારી વ્હેચાતી હોય છે, લીલી ડુંગરીનું મોટું પુરીયું ા. ર0 માં મળી રહ્યું છે, ખાસ કરીને લીલું લસણ મોંઘું હોય છે, તે પણ ા. 1પ થી ર0 માં પુરીયું મળે છે અને સુકુ લસણના ભાવ થોડા ઘટ્યા છે, પરંતુ હજુ 300 થી 3પ0 લેખે કિલોમાં મળે છે. શાકભાજીની બજાર શિયાળામાં થોડી ઠંડી થઇ છે, ગૃહિણીના બજેટને રાહત થઇ છે ત્યારે આગામી દિવસોમાં હજુ 10 થી 1પ ટકા ભાવ ઘટવાની ધારણાં છે, લીંબુનો ભાવ ા. 40 થી પ0 કિલોના હતા, તેમાં ર0 ટકાનો વધારો થયો છે, પરંતુ તેની સામે ટમેટા ા. ર0 થી 30 ના કિલો લેખે મળી રહ્યા છે, આમ જામનગરમાં ઉંધીયુંના શોખીનો માટે આનંદદાયક સમાચાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application