જામનગરવાસીઓ મોજથી બનાવો ઉંધીયું: શાકભાજીના ભાવમાં 50 ટકા ઘટાડો

  • December 12, 2024 11:49 AM 

70ના કિલો લેખે મળતી ડુંગળીના ભાવ અડધા થયા: રીંગણા ા.10 અને ફલાવર ા.20માં એક કિલો મળવા લાગતા ગૃહીણીઓમાં રાહત: લીંબુ, મેથી, કોબી અને ભીંડાના ભાવમાં પણ ઘટાડો: ગુવાર હજુ પણ મોંઘો


જામનગરમાં શાકમાર્કેટમાં અઠવાડીયા પહેલા શિયાળો હોવા છતાં પણ ભાવમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક શાકોના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે, જેથી ગૃહીણીઓને પણ હાંશકારો થયો છે, ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ જોઇને ગૃહીણીઓની આંખમાં આસુ આવી જતાં હતાં, પરંતુ હવે આ ભાવ ા.35 થઇ જતાં અને ડુંગળીની આવક મબલખ થઇ જતાં ભાવ ગગડી ગયા છે, ખાટા લીંબુ હવે થોડા મીઠા થયા છે, ા.100થી વધુ ભાવે વેંચાતા લીંબુ હવે ા.50 થી 60માં કિલો લેખે મળી રહ્યા છે, બટેટાના ભાવ તો કોણ જાણે કયારે ઉતરશે તેની માહિતી કોઇ પાસે નથી, અત્યારે ા.40 થી 50 લેખે એક કિલો બટેટા બજારમાં મળી રહ્યા છે.


જામનગરની શાક બજારમાં દર વખતે શિયાળાની શઆતમાં જ ભાવમાં ભારે ઘટાડો જોવા મળે છે, તેમાં રીંગણા, ફલાવર, ગાજરના ભાવમાં ઘટાડો જોવા મળે છે, ત્યારે રીંગણા તો ા.10 થી 15 કિલો લેખે જોઇએ તેટલા મળી રહ્યા છે. ફલાવર ા.20 થી 25નું એક કિલો મળે છે જયારે ગાજરનો ભાવ પણ ગગડી ગયો છે અને ા.25 થી 30 લેખે મળી રહ્યા છે. કોબીના ભાવમાં ઘટાડો થયો છે, 70 પિયા કિલો લેખે મળતી કોબી હવે ા.30માં કિલો મળે છે.


એક સમય એવો હતો કે 15 દિવસ પહેલા લીંબુ ા.160 થી 180ના કિલો લેખે મળતા હતાં અને કવોલીટી પણ એટલી સારી ન હતી, હાલમાં લીંબુના ભાવ ગગડીને ા.50 થી 60ની વચ્ચે આવી ગયા છે, તમામ શાકભાજીના ભાવોમાં 50 ટકા ઘટાડો થયો છે, વટાણા ા.40 થી 50, લીલી હળદર અને આદુ ા.70 થી 80, મેથીનું પુરીયું કે જે ા.40 થી 50માં મળતું હતું તે આજે ા.15 થી 20માં મળે છે, 300 પિયાની કિલો કોથમરીના ભાવ ા.100 નજીક આવી ગયા છે.


શિયાળામાં રીંગણાની સાથે મરચાની આવક પણ વધુ થાય છે, ખંભાળીયાથી આવતા રીંગણા ા.15 થી 20માં કિલો આસાનીથી મળી જાય છે, જયારે મરચા ા.60 થી 70ના કિલો લેખે બજારમાં ઉપલબ્ધ છે. ગુવાર અને પરવળ હજુ મોંઘા છે, ગુવાર હજુ ા.120 થી 130 અને પરવળ ા.130 થી 140 મળે છે એની સામે લીલી ડુંગળી, લીલુ લસણ, બીટના ભાવોમાં પણ ઘટાડો થયો છે અને ા.15 થી 20ના લેખે પુરીયું બજારમાં મળે છે.


અન્ય શાકની વાત લઇએ તો દુધી ા.30 થી 40, મુળા ા.20, જીંજરા ા.80ના કિલો, મગફળી ા.50 થી 60માં કીલો મળી રહે છે, ટમેટા ા.40 થી 50, વાલોર અને વટાણા પણ મબલખ પ્રમાણમાં આવે છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ડુંગળી, વાલોર અને વટાણાની આવક ખુબ જ પ્રમાણમાં હોય આ તમામ વસ્તુના ભાવ નીચા આવ્યા છે, પરંતુ બજારમાં હજુ સુકુ લસણ સા વકલ હોય તો ા.375 થી 400ના કિલો લેખે મળી રહ્યું છે.


શિયાળામાં લોકો પાઉભાજી, ઉંધીયુ, ઘુટો સહિતની ચીજવસ્તુઓ વધુ પ્રમાણમાં બનાવે છે, થોડા સમય પહેલા સલાડ હોટલમાં લીમીટેડ પ્રમાણમાં પીરસવામાં આવતું હતું, પરંતુ આજે તમને જોઇએ તેટલું આપવામાં આવે છે, ા.60 થી 70 કિલો લેખે બજારમાં મળી રહ્યા છે, જો કે આ તમામ શાકભાજીના ભાવો દશર્વ્યિા છે તેમાં શેરી-ગલીમાં આ ભાવોમાં 20 ટકાનો વધારો રેંકડીવાળા લઇ રહ્યા છે. જામનગર શહેરમાં વઢવાણના મરચા પણ આવી રહ્યા છે ા.110 અને 120ના ભાવે મળી રહ્યા છે, પરંતુ આદુ, હળદરના ભાવો ા.100 થી 120 છે તેમાં પણ ઘટાડો થવાની જર છે, જો કે જે રીતે બજારમાં આવક થાય છે તે વધુ પડતી હોય ભાવ ઘટશે.


હાપામાં શાકભાજીની હરરાજી થાય છે, ત્‌યાંથી શાક સુભાષ માર્કેટમાં આવે છે, ત્યારે તેના 20 કિલોના ભાવો ઉપર નજર કરીએ તો રીંગણા સૌથી સસ્તા એટલે કે ા.100માં ભારી મળે છે, ટમેટા ા.100 થી 110, ભીંડો ા.200 થી 225, ગુવાર ા.300, ડુંગળી ા.300 થી 350, ફલાવર ા.150 થી 200, કોબી ા.100 થી 110ના ભાવે હરરાજી થાય છે, મરચા ા.250 થી 300માં 20 કિલો મળી રહ્યા છે, આમ શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News