જામનગરના ઉદ્યોગકાર પિતા-પુત્રને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક નડ્યો અકસ્માત

  • December 07, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં ગંભીર ઇજા થવાથી સારવારમાં મૃત્યુ: પુત્રને ઇજા


જામનગરના ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટ થી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત નડ્યો હતો, અને ૬૫ વર્ષના બુજુર્ગનું સારવારમાં મૃત્યુ નીપજયું છે, જ્યારે પુત્રને સામાન્ય ઇજા થઈ છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને લેથ મશીન ટુલ્સ સહિતના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા માધવભાઈ ભુપેન્દ્રભાઈ બકરાણીયા તેમજ તેના પિતા ભુપેન્દ્રભાઈ તુલસીભાઈ બકરાણીયા (ઉ.વ. ૬૫) કે જે પોતાના કામ સબબ ગત ૨૬મી તારીખે જામનગર થી રાજકોટ ગયા હતા અને બપોરે બે વાગ્યાના અરસામાં રાજકોટ થી જામનગર પરત ફરી રહ્યા હતા.


જે દરમિયાન ધ્રોળ નજીક આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ તેઓની કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.  તે અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ બકરાણીયા ને ગંભીરા થઈ હોવાથી સૌ પ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં જ્યારે વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે અકસ્માત મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application