જાયવા પાટીયા પાસે બોલેરોએ એકટીવાને ઠોકર મારતા માતા-પિતા, માસુમ પુત્રીના મોતથી અરેરાટી : ચેલા રોડ પર ઢોર આડુ ઉતરતા બાઇકમાંથી ફંગોળાયેલા આધેડનો ભોગ લેવાયો : વાંકીયા પાસે રીક્ષા પલ્ટી મારી જતા એકનું મૃત્યુ : નથુવડલા નજીક બાઇકની ટકકર : હડીયાણા પુલ પાસે ફોરવ્હીલની હડફેટે વૃઘ્ધને ફ્રેકચર
જામનગર પંથકનો હાઇવે રકતરંજીત બન્યો છે, જુદા જુદા પાંચ બનાવમાં દંપતિ, માસુમ પુત્રી સહિત પાંચ વ્યકિતના ભોગ લેવાયા છે, જાયવા પાટીયા પાસે બોલેરોએ એકટીવાને ઠોકર મારતા 3ના મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, ચેલા રોડ પર ઢોર આડે ઉતરતા અકસ્માત સર્જાતા આધેડનો ભોગ લેવાયો હતો. વાંકીયા રોડ પર રીક્ષા પલ્ટી મારી જતા તેમા બેઠેલી એક મહિલાનું મૃત્યુ થયુ હતું, આ ઉપરાંત નથુવડલા રોડ પર બે બાઇક વચ્ચે ટકકર થતા યુવાનને ફ્રેકચર થયુ હતું અને હડીયાણા પાસે ફોરવ્હીલ ગાડીએ ઠોકર મારતા વૃઘ્ધને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
ધ્રોલ તાલુકાના ભેસદડ ગામના વતની અને થોડા સમયથી વલસાડના વાપી ખાતે અમરનગર ચણોદ સ્થાયી થયેલા સંજયભાઇ રમેશભાઇ ચોટલીયા (ઉ.વ.37) નામનો યુવાન વતન તરફ આવ્યા હતા અને ગઇકાલે સંજયભાઇ તથા તેમના પત્ની ઇનાબેન (ઉ.વ.36) અને 4 વર્ષની પુત્રી નિષ્ઠા આ ત્રણેય એકટીવા મોટરસાયકલ નં. જીજે3એફજે-3413માં બેસીને ભેસદડ તરફ આવતા હતા.
સવારના એકટીવમાં ગામ તરફ આવવા નીકળ્યા હતા ત્યારે લૈયારા ગામથી થોડે દુર જાયવા પાટીયા તરફ આવેલી આશાપુરા હોટલ સામેના રોડ તરફ પહોચતા સફેદ કલરની બોલેરો ફોરવ્હીલ ગાડી નં. જીજે3બીડબલ્યુ-2320ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એકટીવાને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં એકટીવાચાલક સંજયભાઇ ચોટલીયા તથા તેમના પત્ની ઇનાબેન અને પુત્રી નિષ્ઠાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ત્રણેયના કણ મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
બનાવની જાણ થતા ધ્રોલ પોલીસની ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી તેમજ કુટુંબીજનો પણ દોડી આવ્યા હતા, ત્રણના મૃત્યુથી વાતાવરતમાં ગમગીની ફેલાઇ ગઇ હતી, બીજી બાજુ આ બનાવ અંગે ભેસદડ ગામમાં રહેતા ખેતીકામ કરતા મૃતકના કુટુંબી કાકા રાજેશભાઇ મેઘજીભાઇ ચોટલીયાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બોલેરોના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં મુળ ભાણવડના ગુંદા ગામના વતની અને હાલ ઠેબા ચોકડી લુંબીનગરમાં રહેતા જીવણભાઇ ખેતાભાઇ ચૌહાણ (ઉ.વ.51) નામના આધેડ તા. 16 રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે10ડીડી-7534 લઇને જતા હતા તેઓ ચેલા એસઆરપી કેમ્પ જવાના રસ્તા સામે રોડના પુલીયા પાસે પહોચ્યા હતા ત્યારે અચાનક કોઇ ઢોર આડુ ઉતરતા અને મોટરસાયકલ સાથે અથડાતા આ અકસ્માતમાં જીવણભાઇ નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.
આથી તેઓને 108 મારફત સારવારમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવ અંગે લુંબીનગરમાં રહેતા ગૌતમ જીવણભાઇ ચૌહાણે પંચ-બીમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્રીજા બનાવમાં ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામમાં રહેતા મીનાબા મંગળસિંહ જાડેજા (ઉ.વ.46) તથા અન્ય મહિલાઓ ગત તા. 10-11-24ના સમય દરમ્યાન રીક્ષા નં. જીજે10ટીઝેડ-1806માં બેસીને સોયલથી ધ્રોલ તરફ જતા હતા.
દરમ્યાન રીક્ષાના ચાલકે બેફીકરાઇ અને ફુલસ્પીડે ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડની નીચે ઉતારી દેતા પલ્ટી મારી ગઇ હતી, આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ તમામ મહિલાઓને છોલછાલ સહિતની ઇજાઓ પહોચી હતી તેમજ પુણર્બિા જયવીરસિંહ જાડેજાને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય આથી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. મીનાબા જાડેજા દ્વારા આ બનાવ અંગે ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રીક્ષાના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધ્રોલના મજોઠ ગામના અને હાલ ભવ્ય ગ્રીન સોસાયટીમાં રહેતા દર્શન રમેશભાઇ મોરડ (ઉ.વ.19) નામના યુવાને બે દિવસ પહેલા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ નં. જીજે20બીએચ-3046ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીના કાકાનો દીકરો આર્યન (ઉ.વ.21) ગત તા. 7ના રોજ તેનુ મોટરસાયકલ નં. જીજે10બીજી-1998 લઇને મજોઠ વાડીએથી ધ્રોલ તરફ આવતો હતો ત્યારે નથુવડલા નજીક લાલ કલરના મોટરસાયકલના ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી યુવકના બાઇક સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમા આર્યનને જડબા અને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી.
અન્ય એક બનાવમાં જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રભાતનગરમાં રહેતા છગનભાઇ તરશીભાઇ નકુમ (ઉ.વ.60) નામના વૃઘ્ધ ગત તા. 11ના સવારના સુમારે તેમના ખેતરેથી હડીયાણા ગામ ચાલીને જતા હતા ગામના પાટીયા પાસે નદીના પુલ પાસે પહોચતા એક ફોરવ્હીલ ગાડી નં. જીજે10સીએન-4161ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીને પાછળથી ઠોકર મારી પછાડી દીધા હતા આથી ફરીયાદીને માથા, કમરના ભાગે નાની મોટી ઇજા અને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી છગનભાઇ દ્વારા ફોરવ્હીલ ગાડીના ચાલક જયસુખ નકુમની વિરુઘ્ધ જોડીયા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech