રાજયમાં વેકસીનેશનની કામગીરીમાં જામનગર જીલ્લો પ્રથમ

  • May 06, 2021 08:33 PM 

અત્યાર સુધીમાં જામનગર જીલ્લામાં પ્રથમ ડોઝમાં 1,42,459 અને બીજા ડોઝમાં 37,878, શહેરમાં પ્રથમ ડોઝમા 1,00,68 અને બીજા ડોઝમાં 31848 લોકોએ વેકસીન લીધી

જામનગરમાં વેકસીનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે, કયારેક કયારેક એવુ પણ બને છે કે ઇન્જેકશન ન હોવાના કારણે લોકોને ડોઝ આપી શકાતો નથી, ત્રણ, ચાર દિવસથી વેકસીનેશનની કામગીરીમાં ભારે કાવટ આવી છે પરંતુ ઓલઓવર જોઇએ તો શહેરમાં પ્રથમ તબકકામાં પહેલા ડોઝમાં 1,00,68 અને બીજા ડોઝમાં 31848 લોકોએ વેકસીન લીધી છે, જયારે જામનગર જીલ્લામાં પ્રથમ ડોઝમાં 1,42,459 અને બીજા ડોઝમાં 37,878 લોકોએ વેકસીન લીધી છે, ગઇકાલે મેયર બીનાબેન કોઠારીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને પત્ર લખીને જામનગરને વધુને વધુ વેકસીન મળે તે માટે જણાવ્યું છે.

કેટેગરીવાઇઝ જોઇએ તો જામનગર શહેરમાં એચસીડબલ્યુમાં 7512 પ્રથમ ડોઝ, 4783 બીજો ડોઝ, એફએલડબલ્યુમાં 6451 પ્રથમ ડોઝ, 2959 બીજો ડોઝ, 18 થી 44માં પ્રથમ ડોઝ 8366, 45 થી 59 વર્ષમાં પ્રથમ ડોઝ 41499, બીજા ડોઝમાં 7784, 60 થી ઉપરના લોકોમાં 36840 અને બીજા ડોઝમાં 16315 લોકોએ વેકસીન લીધી છે આમ પ્રથમ ડોઝમાં 86705 અને બીજા ડોઝમાં 24099 થઇ કુલ પ્રથમ ડોઝમાં 1,00,668, અને બીજા ડોઝમાં 31841  લોકોએ વેકસીની લીધી છે.

જામનગર જીલ્લાની વાત લઇએ તો ધ્રોલમાં પહેલા ડોઝમાં 60 વર્ષથી ઉપરના 7110, બીજા ડોઝમાં 3659, લાલપુરમાં 13077 અને 5131, કાલાવડમાં 14111 અને 4840, જામનગર તાલુકામાં 22873 અને 7264, જામજોધપુરમાં 14339 અને 6254, જોડીયામાં 5307 અને 2958 કુલ 76817 અને બીજા ડોઝમાં 30096 લોકોએ વેકસીની લીધી છે.

જીલ્લામાં 45 થી 60 વર્ષના લાભાર્થીઓમાં ધ્રોલમાં પહેલો ડોઝ 6450 બીજો 905, લાલપુરમાં 11605 અને 754, કાલાવડમાં 10869 અને 743, જામનગર તાલુકામાં 22512 અને 2814, જામજોધપુરમાં 9553 અને 1630, જોડીયામાં 4653 અને 936 એમ કુલ 65642 પ્રથમ ડોઝમાં અને બીજા ડોઝમાં 7782 લોકોએ વેકસીન લીધી હતી.

જીલ્લામાં કુલ લાભાર્થીઓની વાત લઇએ તો ધ્રોલમાં પ્રથમ ડોઝમાં 13560 બીજામાં 4554, લાલપુરમાં 24682 અને 5585, કાલાવડમાં પ્રથમ 24980 અને 5583, જામનગર તાલુકામાં 45385 અને 10078, જામજોધપુરમાં 23892 અને 7884, જોડીયા 9960 અને 3894 આમ કુલ 142459 અને 37878 લોકોએ વેકસીન મુકાવી હતી.

સમગ્ર રાજયમાં જામનગર જીલ્લો વેકસીન આપવામાં પ્રથમ આવ્યો, છેલ્લા 3-4 દિવસથી બીજા ડોઝમાં વેકસીન લેવા જતા અનેક લોકોને વેકસીન ન હોવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે, આજે પણ કેટલાક આરોગ્ય કેન્દ્રમાં સવારે વેકસીનનો જથ્થો પહોચ્યો નથી તેવી લોકોની ફરીયાદ છે પરંતુ જામનગર જીલ્લો પ્રથમ નંબર આવતા આરોગ્ય કર્મચારીઓમાં આનંદની લાગણી જન્મી છે, એક તરફ અનેક ડોકટરો અને આરોગ્ય કર્મીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે તેવા સમયે વેકસીનની કામગીરી વખાણવા લાયક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS