ઉંચી ઇમારતોના કાંચ ખળભળી ઉઠયા: રાબેતા મુજબ એરફોર્સની પ્રેકટીસના કારણે ધડાકા સંભળાયાનું અનુમાન
આજે સવારથી જામનગર શહેર અને આસપાસના તાલુકા વિસ્તારના ગામડાઓમાં એરફોર્સની પ્રેકટીસના કારણે ધડાકાઓ સંભળાયા હતાં અને આ વખતે તિવ્રતા એવી હતી કે, ઉંચી ઇમારતો સહિત બે માળના મકાનમાં પણ ધડાકાઓ મહેસુસ થઇ શકતા હતાં.
સવારથી જામનગર શહેર તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધડાકાઓ સંભળાયા હતાં, જયારે-જયારે પણ એરર્ફોસના ફાઇટર વિમાન દ્વારા પ્રેકટીસ કરવામાં આવે છે ત્યારે ધડાકાઓ સંભળાતા હોય છે અને આજે જે ધડાકા સંભળાયા તે પણ એરફોર્સની પ્રેકટીસના જ હોવાનું પુરેપુ અનુમાન લગાડવામાં આવે છે.
કારણ કે જામનગરના સિસ્મોલોજી સેન્ટર દ્વારા ધડાકાઓ અંગે કોઇપણ ભૂર્ગભીય હલચલ નોંધવામાં આવી નથી એટલે આજના ધડાકાઓ પણ રાબેતા મુજબ એરફોર્સની પ્રેકટીસના હોવાની પુરી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNijjar Murder Case: ત્રણ ભારતીયોની ધરપકડ પર ભારતે કહ્યુ, 'અમને નથી આપ્યા કોઈ પુરાવા'
May 09, 2024 10:52 PMPBKS vs RCB: 0 પર મળ્યું જીવનદાન, પછી વિરાટ કોહલીએ રમી તોફાની ઈનિંગ, પરંતુ ચૂકી ગયો સદી
May 09, 2024 10:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech