જામનગરમાં બ્રાસનો સ્ક્રેપ, માલ અને બ્રાસ-એસ મંગાવીને પૈસા નહીં આપી છેતરપીંડી કરાતી હોવાની ફરીયાદો અગાઉ થઇ ચુકી છે, દરમ્યાનમાં વેપારી સાથે બ્રાસ-એસનો જથ્થો મંગાવ્યા બાદ પરત પૈસા નહીં આપી અમદાવાદના ૩ શખ્સો વિશ્ર્વાસઘાત કર્યાનું સામે આવતા આ મામલે ફરીયાદ કરવમાં આવી છે.
જામનગરના પવનચકકી વાડીની સામે રહેતા વેપાર કરતા ચિરાગ ભુપભાઇ ફલીયાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં અમદાવાદ પ્લોટ ડી-૧૫, ગોપાલ ચારણ ઇન્ડ. બી-૦૨, બાકરોલ બજરંગ ગામ ખાતે રહેતા હર્ષદકુમાર પટેલ, રવિ બાબુ સુતરીયા અને ધર્મેન્દ્ર હરી ઠકકરની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, ફરીયાદ ચિરાગભાઇને આરોપીઓએ ગત તા. ૩૦-૫-૨૫ના માટી (બ્રાસ-એસ) ફરીયાદીની પેઢીએ આવીને જોઇ ગયેલ તથા ભાવતાલ નકકી કરી ગયા બાદ ફરીયાદીએ આરોપીઓને બ્રાસ-એસ કુલ ૧૯૭ ટન જેની કુલ કિ. ૫૩.૯૦.૯૯૫ મોકલેલ જેના રૂપીયા આરોપીઓએ નહીં આપી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી દઇને ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો.
આથી મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો અને અમદાવાદના ઉપરોકત ૩ શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પીએસઆઇ વી.એ. પરમાર તપાસ ચલાવી રહયા છે. વધુમાં મળેલી વિગતો મુજબ ફરીયાદી ચિરાગભાઇ જકાતનાકા પાસે પટેલ એસ્ટેટ શેરી નં. ૪માં શ્રી હની ઝીન્ક પ્લેટીંગ નામની પેઢી ચલાવી વેપર કરે છે અને ઝીંન્ક તથા કોપરની માટે અલગ અલગ જગ્યાએથી ખરીદી અને વેચાણ કરે છે. ગત ૨૦-૫-૨૫ના રોજ ઉપરોકત ત્રણેય જણા પેઢીએ (બ્રાસ-એસ)નો માલ જોવા આવ્યા હતા, પસંદ કર્યો હતો અને અમદાવાદ ખાતે અમારી મારૂતી એગ્રો નામની પેઢી છે અને તમને ઓર્ડર લખાવશું તેમ જણાવ્યુ હતું.
ત્યાર બાદ ૨૭-૫-૨૫ના વોટસએપથી મેસેજ કરી ૨૦૦ ટન (બ્રાસ-એસ) માટી તથા હર્ષદભાઇએ ૨૦૦ ટનનો ઓર્ડર લખાવેલ એ પછી બાકીનો ઓર્ડ કયો હતો અને કુલ ૪૯૩૨૦ કિલો જે કુલ ૧૯૭ ટન જીએસટી સહિતની (બ્રાસ-એસ) મોકલેલ અને ૩૦ દિવસમાં પેમેન્ટ ચુકવણીનું નકકી થયુ હતું પરંતુ મહિનાઓ પછી પણ પેમેન્ટની માંગણી કરતા સામેવાળા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.