જામનગરના દરેડ ફેસ-૩માં રહેતા એમપીના યુવાન અને સરલાબેન ત્રિવેદી આવાસ ભવન ખાતે રહેતા બંગાળી યુવાન આ બંને જુદા જુદા સમય દરમ્યાન રાત્રીના ઘરે સુઇ ગયા હોય દરમ્યાન નિંદ્રવસ્થામાં તેમના મૃત્યુ નિપજયા હોવાનું ગઇકાલે પોલીસમાં જાહેર કરાયું છે.
દરેડ ફેસ-૩, પ્લોટ નં. ૩૬૧૮ ખાતે રહેતા મુળ એમ.પી.ના ગોવિંદનગરના વતની કુંવરસિંહ જગરામસિંહ જાટવ (ઉ.વ.૩૬) નામના યુવાન ગત તા. ૩ના મોડી રાત્રીના ઘરે સુતા હોય અને સવારે જગાડતા જાગેલ નહીં, બેભાન હાલતમાં સારવારમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું. આ અંગે હાલ દરેડ ખાતે રહેતા રીનાબેન કુંવરસિંહ જાટવ દ્વારા પંચ-બીમાં જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરના સરલાબેન ત્રિવેદી ભવન ખાતે રહેતા પ્રાસુ સોમ બંગાળી (ઉ.વ.૨૭) ગત તા. ૨૭-૪-૨૪ના રોજ પોતાના ઘરે સુતા હોય ત્યારે તેઓના માતાએ ઉઠાડતા ઉઠેલ નહીં અને જી.જી. હોસ્પીટલ લઇ જતા, ફરજ પરના તબીબે તપાસી કોઇ અગમ્ય કારણસર મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે મુળ વેસ્ટ બંગાળ, ગોપાલપુરના વતની અને હાલ સરલાબેન ત્રિવેદી ભવન ખાતે રહેતા મહાદેવ સોમ બંગાળીએ સીટી-સી પોલીસમાં ગઇકાલે જાહેર કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારનો શહેરી વિકાસને વેગ: 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન, 467.5 કરોડની વધારાની ગ્રાન્ટ
March 10, 2025 09:59 PMબ્રિટનમાં મોટો અકસ્માત: તેલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ટક્કર, 32 લોકોના મોત
March 10, 2025 09:54 PMછત્તીસગઢમાં ED ટીમ પર હુમલો, ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ લોકોએ કર્યો હુમલો
March 10, 2025 09:31 PMIIFA Award: 'લાપતા લેડીઝ'નો દબદબો, ગુજરાતના કલાકારોને મળ્યા ત્રણ એવોર્ડ
March 10, 2025 09:30 PMગુલમર્ગમાં ફેશન શોનો વિવાદ: રમઝાનમાં આયોજનથી સ્થાનિકોમાં રોષ, CMએ આપ્યા તપાસના આદેશ
March 10, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech