જામનગરમાં બફારો વઘ્યો : તાપમાનનો પારો 38 ડીગ્રીએ

  • June 16, 2021 10:48 AM 

ધીરે ધીરે ગરમીમાં વધારો થતા લોકો અકળાયા, ગામડાના જનજીવન ઉપર ભારે અસર : આકરા તાપ વચ્ચે આજે શહેરના કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ : સાંજે 45 કીમીની ઝડપે પવન ફુંકાતા થોડી રાહત : હવે તો ચોમાસુ આવે તેની રાહમાં

જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે ધીરે વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે, બપોરના 11 થી 4 આકરો તાપ શ થયો છે, ગઇકાલ કરતા તાપમાનમાં 1 ડીગ્રીનો વધારો થયો છે આવનારા બે દિવસમાં દ્વારકા જીલ્લામાં મેઘરાજા પધરામણી કરશે તેવી હવામાન ખાતાની આગાહી છે, જીલ્લાના ખેડુતો પણ હવે વાવણી કાર્યની તૈયારીમાં લાગી ગયા છે અને મેહુલીયો કયારે વરસે તેની ચાતકભરી નજરે રાહ જોઇ રહયા છે, જો કે ગઇકાલે રાત્રે 45 કીમીની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી પરંતુ આજ સવારથી ફરીથી ટલાક ગામોમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 38 ડીગ્રી, લઘુતમ તાપમાન 28.6 ડીગ્રી, હવામાં ભેજ 77 ટકા, પવનની ગતી 40 થી 45 કીમી રહી હતી.
ગામડાઓમાંથી મળતા અહેવાલ મુજબ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જગતનો તાત આ નવી ચોમાસાની સીઝનની રાહ જોઇ રહયો છે, આ વખતે વાવાઝોડાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નુકશાન થયું છે ત્યારે આ વખતે બાર આનીથી ઉપર વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી છે. ચોમાસુ નજીક છે ત્યારે કેટલાક ગામોમાં પીવાના પાણીની તંગી શ થઇ છે, ગયા વખતે ભારે વરસાદના કારણે તમામ ડેમો ભરાઇ ગયા હતા એટલે હવે દસેક દિવસમાં વરસાદ આવવાની પણ શકયતા છે ત્યારે લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયા છે.

પાણી, લીંબુ પાણી, સરબત, શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણાનો આશરો લે છે, બીજી તરફ આઇસક્રીમ, ગોલા ગુલ્ફીનું વેચાણ પણ વઘ્યું છે, ગામડાઓમાં અસહય ગરમીના કારણે બજારો પણ વહેલી બંધ થઇ જાય છે. અને ગરમીની અસરના કારણે જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે. કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા વધારો થયો હતો.

હાલારના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા છે, હાલારમાં આકરા તાપથી ખેતરોમાં કામ કરતા ખેડુતો અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા છે, ગઇકાલે ગરમીમાં ફરીથી ઘટાડો થયો છે, જો કે ગરમીનો વધુ એક રાઉન્ડ શ થઇ ચુકયો છે. લોકોને પીવાના પાણીનો સોસ પડી રહયો છે, એસી અને પંખા સતત ચાલુ રાખવા પડે છે, જો કે સાંજ પડયે થોડો પવન ફુંકાય છે એટલે અન્ય શહેરો કરતા જામનગરમાં રાહત જોવા મળે છે. આજ સવારથી આકાશમાં વાદળા જોવા મળ્યા હતા અને બફારો પણ શ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS