ગુનેગારોને પકડવામાં અને ગુના ડીટેકટ કરવામાં ખુબ મહત્વપૂર્ણ સાબીત થતાં કેમેરા : કાલાવડમાં પણ હવે ગુનેગારો ત્રિનેત્રથી બચી શકશે નહી
જામનગર પોલીસ તંત્ર, ટ્રાફીક શાખા દ્વારા ટ્રાફીક નિયમોનું પાલન કરાવવામાં આવે છે, છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ તંત્ર તથા ટ્રાફીક પોલીસને મદદપ થતી નેત્રમ શાખા કામ કરી રહી છે, જામનગરમાં અલગ અલગ મુખ્ય લોકેશનમાં અંદાજીત 345 કેમેરા મુકાયા છે, તેમાંથી હાલ સાત રસ્તા સર્કલથી સ્મશાન ચોકડી સુધી ચાલતા બ્રીજના કામમાં અડચણપ કેમેરા હટાવી દેવાયા છે.
અત્યારે હાલ જામનગરમાં નેત્રમ પ્રોજેકટ દ્વારા 305 જેટલા કેમેરા કાર્યરત છે તે મુખ્ય લોકેશન ડીકેવી સર્કલ, પટેલ કોલોની, સાત રસ્તા સર્કલ, રણજીતનગર, ગોકુલનગર, સમર્પણ સર્કલ, પવનચક્કી જેવા મુખ્ય લોકેશન પર કાર્યરત છે, નેત્રમ કમાન્ડ કંટ્રોલમમાં 24ડ્ઢ7 બાજ નજર રાખી રહેલ 15 જેટલા પોલીસ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે.
જામનગરમાં બની રહેલા ચોરી, લૂંટ, ચેન સ્નેચીંગ, હત્યા જેવા ગુન્હામાં ગુનેગારોને પકડવામાં નેત્રમ શાખા મુખ્ય ભાગ ભજવે છે, નેત્રમ શાખા જામનગરની પ્રજાને ટ્રાફીક નિયમના ભંગ કરનારાને પોસ્ટ દ્વારા ઇ-ચલણ મોકલીને દંડીત કરે છે, હાલ જામનગરમાં લુખ્ખા તત્વોના ત્રાસ વધી રહ્યા છે, મોડી રાત્રે બાઇક રેસ કરવી, લુખ્ખાગીરી કરવી તેવામાં કેમેરાની મદદથી લુખ્ખા તત્વોને પકડવામાં નેત્રમ શાખા અહમ ભૂમીકા ભજવી ગુનેગારોને સબક શીખડાવે છે. જામનગરમાં થતી ગુનાહીત પ્રવૃત્તિમાં નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા ગુનેગારોને પકડવામાં મુખ્ય ભુમીકા ભજવી છે.
નેત્રમ પ્રોજેકટ દ્વારા હાલ જામનગરમાં બાકી રહેતા મુખ્ય લોકેશનમાં કેમેરા લગાડવાની કામગીરી શ થઇ ગઇ છે, બાકી રહેલા મુખ્ય 23 જંકશનમાં 120 જેટલા કેમેરા લગાડવાની પ્રવૃત્તિ શ થઇ ગઇ છે.
તેમજ કાલાવડ તાલુકામાં પણ મુખ્ય 12 લોકેશનમાં અંદાજીત 80 જેટલા કેમેરા લગાડવામાં આવશે, કાલાવડમાં હાલ મુખ્ય કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, લોખંડના પોલ, જમીનમાં કેબલ નાખવા જેવા મુખ્ય કાર્ય પૂર્ણ થઇ ગયા છે, હવે માત્ર કેમેરા લગાડવાની જ કામગીરી બાકી રહી છે.
જામનગરમાં નેત્રમ શાખામાં હાલ અંદાજીત 14-15 પોલીસ કર્મચારી તથા 6 એન્જીનીયર કાર્ય કરી રહ્યા છે, કમાન્ડ કંટ્રોલ મમાં 24 કલાક પ્રોજેકટરની મદદથી કેમેરા પર બાજ નજર રાખી રહ્યા છે, જામનગરની પ્રજાને ટ્રાફીક નિયમોનો દંડ તથા ગુનેગારો પર ચાપતી નજર રાખવામાં આવી છે.
જામનગરમાં કેમેરા દ્વારા કમાન્ડ કંટ્રોલમ પુરતી કામગીરી કરી રહી છે પરંતુ જામનગરના મુખ્ય લોકેશન પર ટ્રાફીક પોલીસ દ્વારા કે પછી ટીઆરબી જવાન દ્વારા નિયમોનું પાલન કરાવામાં આવતું નથી તેવું જોવા મળે છે. આપણે એમ પણ કહી શકીએ કે જામનગરના મુખ્ય લોકેશન પર કોઇ ટીઆરબી જવાન કે ટ્રાફીક પોલીસ જોવા મળતી નથી અને હોય પણ છે તો તેની મજા માણતા હોય છે. કેમેરા આવ્યા બાદ ટ્રાફીક શાખાને તો રાહત મળી છે પણ અત્યારની પરિસ્થિતી જોઇને એવું લાગી રહ્યું છે કે ટ્રાફીક શાખાના અધિકારીઓ આરામ કરી રહ્યા છે.
ટ્રાફીક શાખામાં હાલ અંદાજીત 80 જેટલા ટીઆરબી જવાન તથા એલઆર-7, પોલીસ કોન્સ્ટેબલ 20, હેડ કોન્સ્ટેબલ 17, એએસઆઇ 4, પીએસઆઇ 4 અને પીઆઇ 1 એમ કુલ 40 થી વધુ પોલીસ કર્મચારીઓ ટ્રાફીક શાખામાં ફરજ બજાવે છે.
જામનગરમાં કેટલાક મુખ્ય લોકેશન પર હાલ કોઇ ટ્રાફીક પોલીસ કે ટીઆરબી જવાન કાર્યરત નથી તેવું જોવા મળે છે, ટ્રાફીક શાખા દ્વારા પ્રજાને નિયમોનું ભાન કરાવવું, લુખ્ખા તત્વોને પકડવું કે પછી ટ્રાફીક નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી, ટ્રાફીક પોલીસની કામગીરી બાબત પર અવરનવર ફરીયાદો ઉઠે છે, નેત્રમ આવ્યા બાદ ટ્રાફીક પોલીસ આરામ ફરમાઇ રહી છે અને પ્રજા નિયમોનો ભંગ કરી રહી છે, કેમેરા દ્વારા ટ્રાફીક નિયમોનો ભંગ કરનારને દંડ તો કરવામાં આવે જ છે પરંતુ, મુખ્યત્વે ગુનાહિત પ્રવૃત્તિમાં ઘ્યાન આપવામાં આવે છે, તેના કારણે ટ્રાફીક નિયમોના ભંગ કરનારાઓ અમુક સમયે નેત્રમ શાખાના હાથમાંથી નિકળી જાય છે.
નેત્રમ આવ્યા બાદ ટ્રાફીક શાખા નિંદ્રા કરી રહી છે કે પછી ટ્રાફીક જવાન કે અધિકારીઓનું કંઇ કામ રહ્યું જ નહિં? કુલ 80 ટીઆરબી જવાન તથા 40 થી વધુ પોલીસ કર્મચારીઓ હાલ શું કરી રહ્યા છે? તેવા પ્રશ્ર્ન પણ લોકો દ્વારા કરવામાં આવે છે, જામનગરના જાગૃત નાગરીકો દ્વારા ટ્રાફીક શાખાને માત્ર એક જ સવાલ છે કે નેત્રમ આવ્યા બાદ ટ્રાફીક શાખાનું કંઇ કામ રહ્યું જ નહિં? હજારો લાખોના પગાર મેળવનાર ટ્રાફીક કર્મચારી હાલ એસીની હવા ખાવાના પગાર મેળવે છે? તેવા કેટલાક પ્રશ્ર્ન જામનગરની પ્રજા દ્વારા કરવામાં આવે છે, આશા છે કે ટ્રાફીક પોલીસ તંત્ર આ બાબતને ગંભરતાથી લેશે અને જામનગરના મુખ્ય લોકેશન પર ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech