આયાત-નિકાસમાં જામનગર નંબર વન- ઉપપ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ

  • December 13, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યાપારી ઉદ્યોગકારો માટે એકસ્પોર્ટ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર અમદાવાદ મેનેજમેન્ટ એસો. સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના સંયુકત ઉપક્રમે નિકાસ કરતા વ્યાપારીઓ ઉદ્યોગકારો (નાના અને મઘ્યમ ઔદ્યોગિક એકમો) માટે એકસ્પોર્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા.૪-૧૨-૨૦૨૩ અને તા.૫-૧૨-૨૦૨૩ના રોજ ધીરુભાઇ અંબાણી વાણિજય ભવન જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.
સેમિનારની શરુઆતમાં અમદાવાદ મેનેજમેન્ટ એસો.ના સિનિયર મેનેજર નિશાંતભાઇ પરમારએ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું. ત્યારબાદ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરીએ અમદાવાદ મેનેજમેન્ટ એસો.ના સ્પીકર અને એકઝીમ ક્ધસલન્ટંન્ટ અને ફાઉન્ડર ગ્લોબલ બીઝનેશ અંકિતભાઇ મજમુદારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું. સેમિનારમાં સૌ પ્રથમ સ્વાગત પ્રવચન જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને આયાત-નિકાસ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જામનગર આયાત-નિકાસમાં નંબર એક પર સ્થાન ધરાવે છે.
અંકિતભાઇ મજમુદાર સૌ પ્રથમ નિકાસ અંગેની સ્ટેટજી અને ગ્લોબલ માર્કેટ અને સર્ચ ફોરેન બાયર અંગે જાણકારી આપી હતી. જેમાં નિકાસ માટે પ્રોડકટની જાણકારી આપી. કઇ ક્ધટ્રીમાં કઇ પ્રોડકટની જરુર છે તે સમજાવ્યું, નિકાસ અંગેના ગવર્મેન્ટ લાયસન્સની જાણકારી આપી હતી. પોતાના નિકાસ અંગે જાહેરાત કઇ રીતે કરવી તે અંગે માહિતી આપી. પોતાની પોડકટ અંગેના એકઝીબીશન અંગેની માહિતી આપી. કઇ ક્ધટ્રીમાં કેટલી ડયુટી લાગે છે તે અંગે માહિતી આપી. પ્રોડકટ નિકાસની કિંમત અને તેના પેમેન્ટ અંગેની શરતોની જાણકારી આપી, ખરીદનારો સાથે વાતચીત કેવી રીતે કરવી તેની માહિતી આપી, અને ખરીદનાર નો ડેટાબેઝ કઇ રીતે બનાવો તે અંગે માહિતી આપી આ સિવાય પણ નિકાસ અંગેના અનેક મુદાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. સેમિનારના અંતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના માનદ સહમંત્રી કૃણાલભાઇ વી. શેઠએ આભાર દર્શન કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application