જામનગર મહાનગરપાલિકા તથા ICDS વિભાગ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરાયું

  • May 24, 2025 11:07 AM 

જામનગર મહાનગરપાલિકા તથા ICDS વિભાગ દ્વારા ટાઉનહોલ ખાતે પોષણ સંગમ (Protocol for Management of Malnutrition in Children) કાર્યક્રમ અંતગર્ત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશ્નર ડી.એન.મોદી તથા જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કમિશ્નર સમુદાય આધારિત વ્યવસ્થાપનનું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી આપી હતી.


આઈ.સી.ડી.એસ.(રાજકોટ ઝોન)ના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ દ્વારા પોષણ અંગેની જાગૃતતા તેમજ C-MAM & amp; EGF કાર્યક્રમની અગત્યતા, તેનું વ્યુહાત્મક આયોજન તેમજ રાજકોટ ઝોન અંતર્ગત જામનગર જિલ્લાનું ન્યુટ્રીશનલ સ્ટેટ્સ વિશે જાણકારી આપવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન ઠુમ્મર દ્વારા જામનગર પોષણ સંગમ અંતર્ગતનું ઇનોવેશન તથા બેસ્ટ પ્રેક્ટિસ અંગે તેમજ જામનગર જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તથા અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામોના પોષણ સ્તર વિષે માહિતી, પોષણ સંગમ મોબાઈલ એપ્લીકેશન બાબતે જાણકારી આપવામાં આવી હતી.

ત્યારબાદ રાજ્યકક્ષાએ પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ આંગણવાડી કાર્યકર સીતાબા ગોહિલ અને ભૂલકાં મેળામાં TLM પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવેલ રાધિકાબેન ગોજીયાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપ કાર્યક્રમમાં બાળકોના ગ્રોથ મોનીટરીંગના સાધનો(વજનકાંટાઓ/ઉંચાઈમાપન)તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ C-MAM & EGF પોષણ સંગમ કાર્યક્રમના સાહિત્યનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો.


કાર્યક્રમમાં પ્રોગામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત તથા બાળ વિકાસ યોજના અધિકારી પૃથ્વીબેન ચોડવડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આઈસીડીએસ શાખાના અધિકારી, સ્ટાફ, બાળ વિકાસ યોજનાના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application