શહેરમાં હવે ડેવલોપર્સ પાસેથી ચાર્જ વસુલ કરીને જામ્યુકો સોસાયટીમાં નવી લાઇટ ફીટ કરશે: અવારનવાર બિલ્ડરોને ડેવલોપર્સ દ્વારા ચાર્જ વસુલીને પણ લાઇટો ન નાખવામાં આવતાં કોર્પોરેશને હવે અંકુશ રાખવા માટે લાઇટો ફીટ કરશે: હવે રીપેરીંગની સમસ્યામાં પણ ઉકેલ આવશે અને જુની સોસાયટીઓમાં પણ લાઇટની ખામી અંગેનો સર્વે પૂર્ણ: ચેરમેન નિલેશ કગથરા
જામનગર શહેરમાં કેટલાક ડેવલોપર્સ અને બિલ્ડરો દ્વારા સોસાયટીઓમાં લાઇટ ફીટ કરવા માટે નકકી કરાયા હોવા છતાં પણ લાઇટો ફીટ કરાતી નથી, એટલું જ નહીં કયાંક તો હલકી ગુણવતાવાળી લાઇટો સોસાયટીમાં ફીટ કરવામાં આવે છે જેને કારણે લોકોને પણ અંધારામાં જીવવું પડે છે, અગાઉ પણ સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આ અંગે નિર્ણય કરીને કહ્યું હતું કે, આગામી દિવસોમાં ધીરે-ધીરે આ પ્રશ્ર્નનો ઉકેલ આવી જશે, હવેથી જામનગર કોર્પોરેશન બિલ્ડર અને ડેવલોપર્સ પાસેથી ચાર્જ વસુલ કરીને નવી સોસાયટીઓમાં લાઇટો ફીટ કરશે. કોર્પોરેશનના અંદાજપત્રની બેઠકમાં પણ આ જાહેરાતને દોરવાઇ હતી. આગામી દિવસોમાં જે જુની સોસાયટીમાં લાઇટ અંગેની ફરિયાદ આવે છે તે અંગેનો સર્વે પણ પુરો કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પણ નવી લાઇટો ફીટ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
આજકાલ સાથેની વાતચીતમાં સ્ટે.ચેરમેને કહ્યું હતું કે, જામનગર મહાનગરપાલીકાનો વિસ્તાર વધતો જાય છે, સરકારની પોલીસી મુજબ વિકસતા વિસ્તારોમાં ડેવલોપર્સ દ્વારા બનતી સોસાયટીમાં રસ્તા, વૃક્ષારોપણ, ભુગર્ભ ગટર, નવા નળ કનેકશન અને સ્ટ્રીટ લાઇટ હોવી જોઇએ, ડેવલોપર્સે આ તમામ સુવિધા આપવાની રહેશે ત્યારે કેટલીક સોસાયટીઓમાં લાઇટો અંગેની ફરિયાદો પણ છે ત્યારે હવેથી નવી સોસાયટી બને ત્યારે ડેવલોપર્સ પાસેથી અગાઉ લાઇટ અંગેનો ચાર્જ વસુલ કરવામાં આવશે અને કોર્પોરેશન નવી લાઇટો ફીટ કરશે જેનાથી સગવડતા રહેશે અને લગભગ 10 હજાર જેટલી જુની લાઇટોને પણ બદલાવવામાં આવશે.
શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં કેટલાક ડેવલોપર્સ દ્વારા અલગ-અલગ કંપનીની લાઇટ ફીટ કરવામાં આવી છે, કેટલીક નબળી લાઇટો પણ ત્યારે આ વિસ્તારોનો સર્વે પુર્ણ થઇ ચૂકયો છે અને આગામી દિવસોમાં જુના વિસ્તારમાં પણ નબળી લાઇટોને હટાવી દેવામાં આવશે. કોર્પોરેશન આગામી દિવસોમાં એવી પોલીસી લાવી રહ્યું છે, પોતાની રીતે લાઇટ ફીટ કરવાને બદલે કોર્પોરેશનને લાઇટ ફીટીંગનો ચાર્જ આપી દેવાનો રહેશે જેથી ભવિષ્યમાં હાલમાં જે રીપેરીંગના પ્રશ્ર્નો રહે છે તે ન રહે. હવે સર્વે પુરો થઇ ચૂકયો છે ત્યારે આગામી દિવસોમાં આ અંગેની પોલીસી સ્ટેન્ડીંગ કમીટીમાં લાવવામાં આવશે અને ત્યારબાદ નવી સોસાયટીમાં કોર્પોરેશન જે લાઇટો નાખશે તેની અમલવારી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech