ભારત-પાક. વચ્ચે યુઘ્ધ વિરામના પગલે એરપોર્ટ પુન: કાર્યરત પરંતુ ફલાઇટ આવી નહીં: મુંબઇ જવા માટે એક માત્ર ફલાઇટ હોય મુસાફરો અને વેપારીઓ-ઉદ્યોગકારોને ભારે મુશ્કેલી
ભારત-પાકિસ્તાન વચ્ચે યુઘ્ધ વિરામના પગલે જામનગરનું એરપોર્ટ સોમવારથી પુન: કાર્યરત થયું છે, પરંતુ ગઇકાલે પણ ફલાઇટ આવી ન હતી, ત્યારે જામનગર-મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ મંગળવારે પણ રદ કરવામાં આવી હતી, મુંબઇ જવા માટે એક માત્ર ફલાઇટ હોય મુસાફરો અને વેપારીઓ તથા ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે શ કરેલા ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન વડે વળતો હુમલો કરતા બંને દેશ વચ્ચે યુઘ્ધની સ્થિતિના પગલે ભારે તંગદીલી સર્જાઇ હતી, આથી જામનગર સહિત દેશના ૨૦થી વધુ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતાં, પરંતુ શનિવારે બપોર બાદ બંને દેશો વચ્ચે યુઘ્ધ વિરામ થયો હતો, આથી જામનગર સહિત બંધ કરાયેલા અમુક એરપોર્ટ સોમવારે પુન: શ કરાયા હતાં, પરંતુ સોમવારે જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ આવી ન હતી, આ સ્થિતિમાં મંગળવારથી આ ફલાઇટ સંભવત: આવવાની શકયતા એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ દર્શાવી હતી.
પરંતુ જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક ઉડાન ભરતી ઇન્ડીયન એરલાઇન્સની ફલાઇટ મંગળવારે પણ રદ કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ જણાવ્યું હતું, જો કે એરપોર્ટ શ કરી દેવાયું છે. ત્યારે આગામી દિવસોમાં આ ફલાઇટ પુન: શ થાય તેવી શકયતા સેવાઇ રહી છે. જામનગર અને મુંબઇ વચ્ચે આવાગમન કરતી આ એક માત્ર ફલાઇટ છે ત્યારે આ ફલાઇટ રદ થતાં મુસાફરો તથા વેપાર-ધંધા અર્થે મુંબઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.