જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં મ્યૂકોર્માઇકોસિસ ના વધુ છ દર્દીઓ દાખલ થયા: નાની મોટી આઠ સર્જરી કરાઈ

  • May 29, 2021 12:19 PM 

જી.જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં ૪૩૮ જ્યારે રિલાયન્સ હોસ્પિટલ માં ૯૪ સહિત ૫૩૨ દર્દીઓ સારવાર હેઠળ

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના પછી હવે મ્યુકોર્માઇકોસિસ દર્દીઓ દિનપ્રતિદિન સામે આવતા જાય છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન બ્લેક ફંગસ ના વધુ છ દર્દીઓ સામે આવ્યા છે, અને હાલ જી.જી.હોસ્પિટલમાં કુલ ૧૩૭ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે પૈકી નાની મોટી આઠ સર્જરી કરવામાં આવી હતી જોકે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી જેથી રાહતના સમાચાર છે. આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડીંગ પરિસરમાં ૪૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે રિલાયન્સ ના ૯૪ સહિત ફુલ ૫૩૨ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેના કારણે જી.જી.હોસ્પિટલમાં વધુ બેડ ખાલી થયા છે.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં છેલ્લા પખવાડિયાથી મ્યુકોર્માઇકોસિસ માટે ના અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, અને કોવિડ બિલ્ડીંગ પરિસરમાં સૌપ્રથમ ત્રીજા માળે બે વોર્ડ શરૂ કરાયા હતા. ત્યાર પછી દર્દીઓની સંખ્યા વધતાં બીજા માળે પણ વધારાના બે વોર્ડ ખોલી દેવામાં આવ્યા છે. અને જરૂરી તબીબો ના સ્ટાફની નિમણૂક કરી ફંગસ ના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ગઈકાલે બ્લેક ફંગસના વધુ છ દર્દીઓ સામે આવ્યા છે. જેઓને જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

હાલ સરકારી જી.જી.હોસ્પિટલમા મ્યુ કોંર્માં ઇકોસિસ ના કુલ ૧૩૭ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે પૈકીના દર્દીઓ માટે ગઈકાલે નાની-મોટી ૦૮;સર્જરી કરવામાં આવી હતી જોકે છેલ્લા ૪૮ કલાક દરમિયાન બ્લેક ફંગસ ના કારણે એક પણ મૃત્યુ થયું નથી. જેથી રાહતના સમાચાર છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. જેના કારણે વધુને વધુ પ્રમાણમાં બેડ ખાલી થઈ રહ્યા છે.

હાલ જી.જી.હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં કુલ ૪૩૭ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જ્યારે રિલાયન્સ હોસ્પિટલમાં પણ ૯૪ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેથી જી.જી. હોસ્પિટલ સહિત કુલ ૫૩૨ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જી.જી. હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિએ કોરાનાના કેસ ઘટ્યા હોવાથી૬૦ ટકા થી વધુ બેડ ખાલી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS