જામનગર જિલ્લા હોમગાર્ડના જવાનોએ ચૂંટણીલક્ષી શપથ લીધા

  • April 26, 2024 10:44 AM 

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ ભાઈઓ., બહેનો અને અધિકારીઓ દ્વારા ચુંટણી લક્ષી શપથવિધિ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના અધ્યક્ષ સ્થાને ગ્રહણ કરવામાં આવી હતી.


જેમાં તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓએ શપથ લીધા હતા કે, આગામી મતદાનના દિવસે અમે 100 એ 100% સભ્યો મતદાન કરીશું અને અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમજાવીશું. તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું.


આ તકે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે હોમગાર્ડઝ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. જેમાં સીટીના અધિકારીઓ વિજયસીંહ વાળા., હિતેશ જેઠવા., જયેશ રાણા., મનીષ સમર્થક., કમલેશ ગઢિયા., જયેન્દ્ર કણજારીયા., હિમાંશુ પુરોહિત., રાજેશ ઓઝા., અને હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો હાજર રહેલા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application