ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિતે જામનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • July 08, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિતે જામનગર જિલ્લાના દરેક તાલુકા મંડલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જે અંતર્ગત જામનગર તાલુકાના ઠેબા ગામે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ૧૦૧ વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ યોજેલ હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કરેલ હતા. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોરસદીયા, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીતાબેન પરમાર, જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન સંઘાણી, ઉપપ્રમુખ જશુબેન પંડયા, મંત્રી ગીતાંજલીબેન દવે, જાગૃતિબેન આચાર્ય, જામનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન જોટંગીયા, મહામંત્રી ધારા પટેલ, રેખાબેન વેગડ, જિલ્લા ભાજપમંત્રી નાથાભાઈ વારસકીયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જામનગર શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ યાદવ, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી શાંતીલાલ નસીત તથા ઠેબા ગામના આગેવાનો  સરપંચ કૈલાશભાઈ સંઘાણી, દામજીભાઈ વૈષ્ણવ, તુલશીભાઈ મુંગરા, પૂર્વ સરપંચ રમેશભાઈ મુંગરા, જતીનભાઈ મુંગરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિતે સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા બદલ મહિલા મોરચાના પદાધિકારીઓને અભિનંદન પાઠવી સોને પ્રોત્સાહિત કરેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS