જામનગર સીટી એ ડીવીઝનના કોન્સ્ટેબલનું કોરોનાના કારણે મૃત્યુ

  • April 16, 2021 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ બેડામાં શોકની લાગણી: કોવીડ હોસ્પિટલ ખાતે જરી વિધિ બાદ મૃતદેહને કબ્રસ્તાન ખાતે દફનવિધિ માટે લઇ જવાયો

જામનગરમાં કાતિલ કોરોના કેડો મૂકતો નથી, ચારે તરફ કેસ વધી રહ્યા છે, દરમ્યાનમાં પોઝીટીવ દર્દીના મૃત્યુના આંકડામાં પણ છેલ્લા દિવસોમાં ઉછાળો જોવા મળતા ચિંતાની લાગણી પ્રસરી છે, દરમ્યાનમાં જામનગરના સીટી એ ડીવીઝન ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું કોરોનાના કારણે મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે, હોસ્પિટલ ખાતે જરી વિધિ બાદ મૃતદેહને સીધા કબ્રસ્તાન ખાતે દફનવિધિ માટે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં કોરોનાનો ફૂંફાળો ચારે તરફ જોવા મળી રહ્યો છે, કોવીડ હોસ્પિટલમાં ખાટલાઓ ખૂટી પડ્યા છે, તંત્ર ઉંધા માથે છે, લોકોને સુરક્ષિત રહેવા માટેની ગાઇડલાઇનો જાહેર કરવામાં આવી છે, હાલની પરિસ્થિતિ અત્યંત ભયંકર બની છે, કોરોનાના કેસમાં દિવસે દિવસે ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જુદા જુદા સરકારી ક્ષેત્રના લોકો કોરોનામાં સપડાયા છે, દરમ્યાનમાં જામનગર સીટી એ ડીવીઝન ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અલ્તાફભાઇ સફીયા (ઉ.વ.આશરે પર) ને આશરે અઠવાડીયા પહેલા સંક્રમિત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાનમાં જામનગરની કોવીડ હોસ્પિટલમાં જરી ટેસ્ટીંગ કરતા કોરોના પોઝીટીવ આવ્‌યો હતો, સારવારમાં રહેલા કોન્સ્ટેબલ અલ્તાફભાઇ એ આજે હોસ્પિટલના બિછાને અંતિમ શ્ર્વાસ લીધા હતા.

સીટી એ ડીવીઝનના કોન્સ્ટેબલનું કોરોનાના કારણે નિધન થયાનું બહાર આવતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી, મૃતક પોલીસમેનની કોવીડ હોસ્પિટલ ખાતે જરી વિધિ કયર્િ બાદ મૃત્તદેહને સીધા કબ્રસ્તાન ખાતે દફનવિધિ માટે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસમેન અલ્તાફભાઇ સફીયા અગાઉ એસઓજીમાં ફરજ બજાવી ચૂક્યા છે, મળતાવડા સ્વભાવના અને પોલીસ ડીપાર્ટમેન્ટમાં સારી એવી કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS