જામનગર-બિલાસપુર સાપ્તાહિક ટ્રેનને ઓખા સુધી લંબાવાઇ

  • January 04, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ પૂનમબેન માડમની રજૂઆત ફળી

જામનગર-બિલાસપુર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને અંતે ઓખા સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન દર મંગળવારે ઓખા આવશે અને શનિવારે બિલાસપુર જવા રવાના થશે.
આ રજૂઆતો તથા સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળી છે. હવે આ ટ્રેન જામનગર-બિલાસપુરના બદલે ઓખા-બિલાસપુર વચ્ચે દોડશે. ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢને આવરી લેતી આ ટ્રેન સુરતથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સુધી પહોંચશે.
આ ટ્રેનથી ભારતના ૮૪ બેઠકમાંના ચંપારણ બેઠકજી જવા માટે રાયપુર સ્ટેશનથી આ બેઠકજી જવા માટે વૈષ્ણવ સંપ્રદાયને વધુ સરળતા રહેશે. અત્રે એ નોંધનીય છે કે કુલ ૮૪ બેઠકમાંના સાત બેઠકજી સૌથી વધુ હાલાર વિસ્તારમાં આવેલ છે. આ ઉપરાંત આ ટ્રેન આરએસએસના મુખ્ય મથક નાગપુર વિગેરે જગ્યાથી પસાર થનાર હોય, જેથી તીર્થક્ષેત્રો અને કોર્પોરેટ તથા આમ પ્રવાસીઓ માટે વધુ સાનુકૂળ રહેશે.
ત્રણ રાજ્યોને જોડતી આ ટ્રેન દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સોમનાથ સહિતના ક્ષેત્રોમાં આવવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ ઉપરાંત ત્રણ રાજ્યોના કોર્પોરેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ, નયારા રિફાઈનરી, આરએસપીએલ કંપની વિગેરે હાલારની કંપનીના મુસાફરોને અવરજવર માટે વધુ એક ટ્રેનની સુવિધા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application