ગુજરાત સરકાર ૨૭ ઇકો સેન્સિટીવ ઝોનમાં પર્યટન સહિતની વિવિધ પ્રવૃત્તિ માટે ઝોનલ પ્લાન બનાવશે બે વર્ષની અંદર દરેક ઇકો સેન્સિટિવ ઝોનનું માસ્ટર પ્લાનિંગ પૂર્ણ કરવા કેન્દ્ર સરકાર દ્રારા આદેશ કરવામાં આવ્યો છે જેને લઈને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ અધ્યક્ષતામાં ૧૪ જેટલા સભ્યોની કમિટી રચવામાં આવી છે જે માસ્ટર પ્લાનિંગ પૂર્ણ કરીને સ્ટેટ લેવલની કમિટી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરશે જેના આધારે નિર્ણય કરવામાં આવશે.
જયા સિંહની વસ્તી છે તે ગીર અને તેની આસપાસના ચાર ઈકો સેન્સિટિવ ઝોન માટે નવેમ્બર– ૨૦૧૬માં પ્રાથમિક જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ હજી સુધી તેનો આખરી થઈ શકયો નથી. કારણ કે આ ચારેય ઇકો સેન્સિટિવ ઝોન ના આખરી જાહેરનામા સામે હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો. બાદમાં ગતવર્ષે જૂલાઈમાં મનાઈ હુકમ દુર થતા ગુજરાત સરકારે જૂનાગઢ, ગીર સોમનાથ એમ બે જિલ્લ ાને સાંકળતા ગીર રાષ્ટ્ર્રીય ઉધાન, જૂનાગઢ, સોમનાથ, અમરેલીને અસરકર્તા ગીર અભયારણ્ય તેમજ અમરેલી જિલ્લ ામાં આવેલા મિતયાળા અને પાણિયા એમ કુલ ચાર અભયારણ્ય માટે સ્ટે દૂર થયો છે. જેના આખરીકરણ માટે ભારત સરકાર સમક્ષ દરખાસ્ત પડતર છે. ગુજરાતમાં વન અને વન્યજીવો માટે સંરક્ષિત વિસ્તારોને ફરતે જાહેર થયેલા ઈકો સેન્સિટિવ ઝોન– માં પર્યટન, માનવજીવન અને વન્યજીવન એમ ત્રણેયની પ્રવૃતિઓ એકબીજાને અવરોધે નહી તે રીતે ઝોનલ માસ્ટર પ્લાનિંગ કરવામાં આવશે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગે દરેક ઈસીઝેડની અંદર ઝોનલ માસ્ટર પ્લાનિંગ પૂર્ણ કરવાનો આદેશ કરતા રાયના વન અને પર્યાવરણ વિભાગે વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષપદે ૧૪ સભ્યોની સમિતિની રચના કરી છે. રાયમાં કુલ ૨૭ રક્ષિત અભયારણ્ય અને ઉધાનો આવેલા છે જેમાંથી ૨૩ના ઈસીઝેડને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૯ દરમિયાન આખરી કરાયા છે.
ઈસીઝેડની અંદર વન્ય અને માનવ જીવન વચ્ચે સંતુલન રાખીને આર્થિક વન્ય જીવન નિર્વાહની પ્રવૃતિઓ માટે ખેતીવાડી,પશુપાલન કે આવાસ નિર્માણ સહિતની બાબતોની મંજૂરીઓ આપવા લાંબા સમયથી માંગણીઓ થતી રહે છે. કેટલાક ઈસીઝેડમાં તો આખેઆખા ગામડા આવેલા હોવાથી ત્યાં વસતા માનવ સમુહને જીવન અને તેના નિર્વાહને લઈને પણ પ્રશ્નો ઉઠા છે. ઈસીઝેડમાં કયા વિસ્તારમાં કેવી પ્રવૃતિઓ કરી શકાય, પ્રવાસન ક્ષેત્રે કેટલી શકયતાઓ છે તેના આધારે ઝોનિંગ અર્થાત વિસ્તારને નક્કી કરવા હાઈલેવલ સમિતિની રચના કરવામાં આવી છે. વિભાગના સંયુકત સચિવ મનીષ મોદીની સહીથી પ્રસિધ્ધ તેના ઠરાવમાં કહેવાયુ છે કે, ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન દ્રારા સરકારી સંસ્થાઓ, નિષ્ણાત તજજ્ઞો મારફતે દરેક ઈસીઝેડના ઝોનલ માસ્ટર પ્લાન બનાવી તેને જિલ્લ ા કક્ષાનું મોનિટરિંગ કમિટી સમક્ષ વિચારણામાં મુકાશે. આ કમિટ ડ્રાટ તૈયાર કરીને અભિપ્રાય સાથે સ્ટેટ લેવલની કમિટી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરશે. જેના આધારે તેનો નિર્ણય થશે
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનઃ જામનગર, દેવભૂમિ દ્વારકા
દરિયાઈ અભયારણ્યઃ જામનગર, દેવભૂમિ દ્વારકા
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનઃ ભાવનગર
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનઃ નવસારી
નળ સરોવર પક્ષી અભયારણ્યઃ અમદાવાદ, સુરેન્દ્રનગર
ઘુડખર અભયારણ્યઃ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર,પાટણ, બનાસકાંઠા
જેસોર અભયારણ્યઃ બનાસકાંઠા
બરડા અભયારણ્યઃ પોરબંદર, દેવભૂમિ દ્વારકા
હિંગોળગઢ અભયારણ્યઃ રાજકોટ
ખીજડીયા અભયારણ્યઃ જામનગર
શૂલ પાણેશ્વર અભયારણ્યઃ નર્મદા
રતનમહાલ અભયારણ્યઃ દાહોદ
કચ્છ રણ અભયારણ્યઃ કચ્છ
રામપરા અભયારણ્યઃ મોરબી
પોરબંદર પક્ષી અભયારણ્યઃ પોરબંદર
ગાગા અભયારણ્યઃ દેવભૂમિ દ્વારકા
થોળ પક્ષી અભયારણ્યઃ મહેસાણા
બાલારામ- અંબાજી અભયારણ્યઃ બનાસકાંઠા
પૂર્ણા અભયારણ્યઃ ડાંગ
જાંબુઘોડા અભયારણ્યઃ પંચમહાલ, છોટાઉદેપુર
કચ્છ ધોરાડ અભયારણ્યઃ કચ્છ
નારાયણ સરોવર અભયારણ્ય : કચ્છ
ગીરનાર અભયારણ્યઃ જૂનાગઢ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech