જામનગર ‘આપ’નો કાફલો પહોંચ્યો વિસાવદર

  • July 01, 2021 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટીના આગેવાનો પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરવા પહોંચ્યા

ગઈકાલે વિસાવદર નજીકના ડયારા ગામ ખાતે જનસંવેદના સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના  ઈસુદાન ગઢવી સહિતના આગેવાનોના કાફલા પર કરવામાં આવેલા હુમલાના પ્રત્યાઘાત પડ્યાં છે અને સૌરાષ્ટ્રભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો આજે વિસાવદર પહોંચ્યા હતાં. જામનગર ‘આપ’ના પ્રમુખ કરસનભાઈ કરમુર પણ પોતાના કાફલા સાથે વિસાવદર પહોંચ્યા હતાં અને આજના વિરોધના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ગઈકાલે બનેલી ઘટના સંબંધે કરસનભાઈ કરમુરે કહ્યું હતું કે, આને લોકશાહી ન કહેવાય, આ હિટલરશાહી છે જેનો આમ આદમી પાર્ટી મદર્નિગીપૂર્વક મુકાબલો કરશે. ગઈકાલે અહીંથી એમની સાથે આમ આદમી પાર્ટીના જયેશ પંડ્યા, આશિષ સોજીત્રા, પ્રવિણ ચનિયારા, સુખુભા જાડેજા, વજશીભાઈ વારોતરિયા, કૈલાસ ગાધેર, અશ્ર્વિન વારા, મયુર ચાવડા, દાદુ પટેલ, નિલેશ પરમાર, દુર્ગેશભાઈ, કેતન પરમાર, કેશુ ચાવડા, મયુરસિંહ, નીતિન મુંગરા, જેનાલાલ પટેલ અને જીતુ પટેલ વગેરે વિસાવદર પહોંચ્યા હતાં.

આજે આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં વિરોધનો જે કાર્યક્રમ અપાયો તેમાં જામનગર ‘આપ’ની ટીમ જોડાઈ હતી અને કરસનભાઈ કરમુરના જણાવ્યા મુજબ ગઈકાલે બનેલી ઘટના અંગે કલમ 307 હેઠળ ગુનો નોંધવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આટલું જ નહીં, હવે આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરો જ્યાં જાય ત્યાં પોલીસ પ્રોટકશન આપવાની પણ બાહેંધરી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)