ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ

  • December 13, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મદદ માટે ૨૪*૭ કલાક કાર્યરત છે.એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ જામનગરને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું  કે એક અજાણી મહિલા અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયેલ છે અને રસ્તા પર એકલી મળી આવી છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રયની જરૂર હોય તેવું જણાય છે. 

આ અંગે જાણકારી મળતા જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સિલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને પીડિતાનું રેસ્ક્યુ કર્યા બાદ ઈમોશનલ સપોર્ટ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. બાદમાં પીડિતાએ પોતાનું નામ જણાવ્યુ હતું. ટીમના અનેક પ્રયાસો પછી, પીડિતાના પરિવારનો સંપર્ક થઈ શક્યો હતો અને પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. 
​​​​​​​

માનસિક રીતે અસ્થિર મહિલાને મદદ કરી તેમના પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડવા બદલ તેણીના પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application